Friday, October 18News That Matters

ડોકટર સેલ આયોજિત મોન્સૂન મેડિકલ કેમ્પમાં 300 દર્દીઓએ નિઃશુલ્ક નિદાન અને દવાનો લાભ લીધો

વાપીમાં રવિવારે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે ભાજપ ડોક્ટર સેલ ગુજરાત પ્રદેશના માર્ગદર્શનમાં મોન્સૂન મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 જેટલા નિષ્ણાંત તબીબોએ 300 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરી નિઃશુલ્ક દવાનું વિતરણ કર્યું હતું.

 

વાપી તાલુકા ભાજપ ડોક્ટર સેલ, વાપી શહેર ભાજપ મંડળના સહયોગથી રવિવારે સેન્ટ ફ્રાન્સિસ હાઇસ્કુલ ખાતે આયોજિત આ નિશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પનું રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇ, સાંસદ ડૉ. ખાલપા પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક નિદાન અને ફ્રી દવા વિતરણ કેમ્પ પાછળનો ઉદેશ્ય ચોમાસા દરમ્યાન વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને દર્દીઓમાં જાગૃતિ ફેલાવવાનો તેમજ દર્દીઓનું નિશુલ્ક નિદાન કરી જરૂરી દવાઓ પૂરી પાડવાનો હતો.

 

આ મોનસુન મેડિકલ કેમ્પમાં 14 જેટલા તબીબોએ પોતાની સેવા આપી હતી. જેમાં સર્જન ડૉ. તુષાર દીક્ષિત, બાળ રોગ ડૉ. દેવાંશ પટેલ, ફેમિલી ફિઝિશિયન ડૉ. કૃપાલ પટેલ, ડૉ. રીંકલ પટેલ ઓર્થોપેડિક સર્જન ડૉ. અનિશરાવ, હોમિયોપેથ ડૉ. પરીત ભટ્ટ, ડેન્ટલ ડૉ. દિશા પટેલ, ફેમિલી ફિઝિશિયન ડૉ. મહેન્દ્ર પટેલ, ડૉ. સુનિલ ટેલર, ડૉ. કિરણ પાટીલ, ડૉ. સુરેશ ભાનુશાળી, ડૉ. રાજેશ સમુદ્રે, ડૉ. યોગેશ ઠાકરે સહીતના તબીબોએ બાળકો, યુવાનો, વૃદ્ધો, મહિલાઓ ના વિવિધ રોગોનું નિદાન કરી નિઃશુલ્ક દવા આપી હતી. તબીબોના જણાવ્યા મુજબ હાલ વરસાદી ઋતુ હોય બાળકોમાં અને મોટેરાઓમાં વાયરલ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જે અંગે સાવચેતી રાખવા જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પમ આપવામાં આવ્યું હતું.

આ મોન્સૂન મેડિકલ કેમ્પનું આયોજન ભાજપ ડોક્ટર સેલના કન્વીનર ડૉ. તુષાર દીક્ષિત, કો-કન્વીનર ડૉ. પરીત ભટ્ટ, જિલ્લા ડોક્ટર સેલના સભ્ય ડોક્ટર મહેન્દ્ર પાટીલ અને ડોક્ટર સેલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતીશ પટેલ, વાપી નોટિફાઇડ પ્રમુખ હેમંત પટેલ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઈ, નગરપાલિકાના સભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *