વલસાડ જિલ્લાની પોલીસ ટીમેં માત્ર ક્રાઇમના ગુન્હા ઉકેલવામાં જ નહીં પરંતુ જિલ્લામાંથી ગુમ થયેલા કે અપહરણ કરાયેલ 10 સગીર વયના બાળકોને જિલ્લા બહારથી શોધી લાવી દરેક સગીરને હેમખેમ તેમના વાલીઓને સુપ્રત કરી મહત્વની સામાજિક ફરજ નિભાવી છે.
વલસાડ જીલ્લામાં 18 વર્ષથી નીચેની ઉંમરના તથા પુખ્ત વયના ગુમ વ્યકિતઓને શોઢી કાઢવા સારૂ પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ વી.ચંદ્રસેખર તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ વલસાડ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્રારા 18 વર્ષથી નીચેની ઉંમરના તથા પુખ્ત વયના ગુમ – અપહરણ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા સારૂ ખાસ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું.
આ અભિયાન દરમ્યાન તા. 16/08/2023 થી તા. 25/08/2023 દરમ્યાન જીલ્લા પોલીસ ટીમ દ્વારા વલસાડ જીલ્લામાંથી તેમજ જીલ્લા બહાર તથા રાજય બહારથી કુલ 10 ગુમ / અપહરણ થયેલ સગીર વયના કિશોર કિશોરીઓને શોધી કાઢી તેમના પરિવારના સભ્યો સાથે મેળાપ કરાવ્યો છે.
આ કામગીરીમાં વાપી ટાઉન પો.સ્ટે.ના 4(ચાર), ડુંગરા પો.સ્ટે.ના 2(બે), પારડી પો.સ્ટે.ના 1(એક), ભીલાડ પો.સ્ટે.ના 2(બે) તથા ધરમપુર પો.સ્ટે.ના 1(એક) એમ કુલ 10(દશ) સગીર વયના કિશોર/કિશોરીઓને શોધી કાઢી વલસાડ જીલ્લા પોલીસ ટીમ દ્વારા પ્રસંશનિય કામગીરી કરવામાં આવી છે. તેમજ આ અભિયાન દરમ્યાન ચાર અપહરણના ગુન્હાના કામે ચાર આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.