ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં પ્રદેશ સંગઠનની સૂચના મુજબ આયોજિત કાર્યક્રમો અંગે હેમંતભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
બેઠક માં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ 12 થી 14 ઓગસ્ટ પ્રદેશ સંગઠન ની સૂચના મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં “મેરી માટી મેરા દેશ”, “હર ઘર તિરંગા અભિયાન” “તિરંગા યાત્રા” તેમજ તારીખ 14મી ઔગસ્ટ ના રોજ પાર્ટી દ્વારા યોજાનાર મશાલ/મોન રેલી,વિભાજન વિભીશા દિવસ ગોસ્ટી કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ, શિલ્પેશભાઈ દેસાઈ, વલસાડ શહેર, તાલુકાના પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પ્રભારીઓ, જિલ્લા મીડીયા કન્વીનર, વલસાડ શહેર, તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ, તેમજ વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ હાજર રહ્યા હતા.