Friday, January 31News That Matters

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા શહીદો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનું બહુમાન કરાયું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે “મેરી મિટ્ટી મેરા દેશ”, “મિટ્ટીકો નમન વિરો કો વંદન” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરી શહીદના અને સ્વાતંત્ર્ય સેનાનીના સ્થાનિક પરિવારો સહિત નિવૃત્ત સૈનિકો, પોલીસ કર્મીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

શુક્રવારના રોજ નવું તળાવ-અમૃત સરોવર ખાતે સવારે 9 : 00 કલાકે સરપંચ સ્વીટી ભંડારીની અધ્યક્ષતામાં મળેલ ગ્રામ સભામાં મૂળ નારગોલના એવા વિલે પારલે મુંબઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિયુક્ત સાતમી ડાયરેક્ટર સ્વાતંત્ર્ય સેનાની નવાઝબેન જમશેદજી હવેવાલા સહિત હિંમતસિંહ ચૌહાણ તેમજ શહીદ નીતિન ભગતના પરિવારના સદસ્યોને સન્માન પત્ર આપી સાલ ઓઢાધી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ સાથે નારગોલ ગામના વતની તેમજ ભારતીય સેનામાં ફરજ બજાવેલ માજીસૈનિકો તેમજ તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઉપસ્થિત મરીન પોલીસ મથકના જવાનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મળેલી ગ્રામ સભામાં બોહોળી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી.

અમૃત સરોવર ખાતે નારગોલ ગામના હળપતિ સમાજના પ્રમુખ તેમજ માજીસૈનિકના વરદ હસ્તે ધજાઆરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારગોલ ગામના માજી સરપંચ જયપ્રકાશ ભંડારી, યતીનભાઈ ભંડારી, જયેશભાઈ બારી, કાંતિભાઈ કોટવાલ વિવિધ સમાજના આગેવાનો, પંચાયત સભ્યો, આંગણવાડી આરોગ્ય વિભાગના કાર્યકરો, પંચાયત સ્ટાફ સહિત ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *