Friday, October 18News That Matters

અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા ઉદ્યોગકાર મિત્રો સાથે પરિચય બેઠક યોજાઈ

તારીખ 06/8/2023 ને રવિવાર નાં દિવસે
આજરોજ તારીખ 06/8/2023 ને રવિવાર નાં દિવસે અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ ભારતી ની વલસાડ જિલ્લા દ્વારા આયોજિત ઉદ્યોગકાર મિત્રોની મુલાકાત અને પરિચય બેઠક વાપી સ્થિત જ્ઞાનધામ ઇંગ્લિશ સ્કૂલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય અતિથિ તરીકે પ્રકાશ ચંદ્રગુપ્તા અખિલ ભારતીય સંગઠન મંત્રી તેમજ અતિથિ વિશેષ કહી શકાય એવા બળદેવભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય અધ્યક્ષ લઘુ ઉદ્યોગ ભારતી ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ઉપસ્થિત અગ્રણીઓમાં જયેશભાઈ પંડ્યા પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ, ઇશ્વરભાઇ સજ્જન મહામંત્રી લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ, ઇશ્વરભાઇ પટેલ પ્રમુખ કર્ણાવતી સંભાઞ લઘુ ઉદ્યોગ ભારતી, મેહુલભાઈ પટેલ પ્રમુખ વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી, શીલ્પેશભાઈ દેસાઈ વલસાડ જિલ્લા મહામંત્રી સતિષભાઈ પટેલ વીઆઇએ પ્રમુખ, હેમંતભાઈ પટેલ વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ તેમજ વલસાડ જિલ્લાની લઘુ ઉદ્યોગ ભારતીની સાતે સાત એકાએના પ્રતિનિધિઓ. અને જોડાયેલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વલસાડ જિલ્લા ની ટીમ , ગુંદલાવ એકાઈ , વાપી એકાંઈ , પારડી એકાઈ , સરીગામ એકાઈ , ઉમરગામ એકાઈ , દમણ એકાઈ , સિલવાસા એકાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *