વાપી :- વાપીમાં હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો, ખાણીપીણીની દુકાનો વાળા, કરીયાણાવાળા સામે કાયદાનો દંડો ઉગામતી પોલીસે 8 એવા લોકોની સામે કાર્યવાહી કરી છે. જે જમીન પર ગ્રીન નેટ પાથરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા હતાં. પકડાયેલ તમામ વાપીની જાણીતી આંગડિયા પેઢીના કર્મચારીઓ-સંચાલકો છે.
વાપી ચાર રસ્તા પાસે આવેલ ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાની કેન્ટીનમાં ગ્રીન નેટ પાથરી ગોળ કુંડાળામાં બેસલા 8 લોકો સામે પોલીસે જાહેરનામાનો ભંગ કરી સોશ્યલ ડિસ્ટન્સનું તથા કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરતા જોવા મળતા તેમના ફોટા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ તમામના નામ…..
પોલીસ પૂછપરછમાં આ તમામ લોકોના નામ મેહુલ નવીન રાવલ, અરવિંદ દશરથ પટેલ, રમેશ અંબાલાલ પટેલ, હિતેશ જયંતિ ઠાકોર, નારાયણલાલ રઘુનાથજી પ્રજાપતિ, કનું સોમા પટેલ, સન્ની વિક્રમ પટેલ, સતિષ હરગોવન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું.
આંગડિયા પેઢીના નામ……
તમામ ગોવિંદા કોમ્પ્લેક્ષમાં આવેલ આર. કાંતિલાલ આંગડિયા પેઢી, એન. કમલેશ આંગડિયા પેઢી, વી. પટેલ આંગડિયા પેઢી, શ્રીગણેશ આંગડિયા પેઢી, રમેશ શંકર આંગડિયા પેઢી, જી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢી, રમેશ અંબાલાલ આંગડિયા પેઢી, રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીઓ અને સંચાલકો હોવાનું જાણવા મળ્યું હતું.
જાહેરનામા હેઠળ પોલીસની કાયદાકીય કાર્યવાહી…..
પોલીસે તમામ વિરુદ્ધ IPC કલમ 188, 269 તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ તપાસ હાથ ધરતી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે વાપીમાં હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો, ખાણીપીણીની દુકાનો વાળા, કરીયાણાવાળા સામે કાયદાનો દંડો ઉગામતી પોલીસે જમીન પર ચટ્ટાઈ પાથરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા નવરાધુપ આંગડીયાવાળા સામે પણ કાર્યવાહી કરતા લોકોમાં આશ્ચર્ય સાથે રમુજનું વાતાવરણ ફેલાયું હતું.