Friday, October 18News That Matters

હવે મોરાઈ ROB ની પણ પોલ ખુલી…? એક ગર્ડર થયું ધરાશાયી….!

વલસાડ જિલ્લામાં ROB ના ચાલતા તકલાદી કામમાં સંજાણ બ્રિજ અને વલસાડ નજીકના બ્રિજ પર ગાબડા પડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી. ત્યારે એ ઘટના હજુ સમી નથી. ત્યાં મોરાઈ ખાતે નિર્માણ પામી રહેલ ROB ની કામગીરી દરમ્યાન એક ગર્ડર ધરાશાયી થઈ જતા હવે આ બ્રિજની કામગીરી અને તેની ઠેકેદારી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.

ઘટના અંગે PWD ના અધિકારી તરફથી મળેલી વિગતો મુજબ કામગીરી દરમ્યાન બ્રિજ પરનું ગર્ડર નીચે પડી ગયું છે. ઘટનામાં કોઈ જાનહાની કે અન્ય નુકસાની થઈ નથી. જો કે, વાપી નજીક મોરાઈ ગામે બની રહેલ રેલવે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. વાપીમાં વાપી ઇસ્ટ વેસ્ટ ને જોડતા મુખ્ય ફોરલેન રેલવે ઓવરબ્રિજ, બલિઠા નજીક બનતો ઓવર બ્રિજ અને મોરાઈ ફાટક પર બની રહેલ ઓવર બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે સંજાણ કે વલસાડ ના ઓવરબ્રિજ જેવી તકલાદી કામગીરી આ ROB માં થાય નહિ તે માટે કાળજી રાખવી હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *