વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલાની સુચના અને પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી SOG વલસાડ(કેમ્પ-વાપી)ના માર્ગદર્શન હેઠળ S.O.G શાખાના પો.સ.ઇ. એન.સી.સગર તથા સ્ટાફે વાપી ઇમરાનગર મસ્જીદ સામે, ગોદાલનગર અનમોલ ટાવરના ત્રીજા માળે શોપ નં. 218 માં આવેલ એલ એન્ડ ટી ફાયનાન્સની ઓફીસમાં રેડ કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ અન્ય 2 મહિલાઓ સાથે મળી L&T ફાઇનાન્સમાંથી લોન અપાવવા ખોટા ડોકયુમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતી હતી. અને લોકોને લોન અપાવતી હતી.
આ અંગે SOG એ આપેલ વિગતો મુજબ વાપી ઇમરાનગર મસ્જીદ સામે, ગોદાલનગર અનમોલ ટાવરના ત્રીજા માળે શોપ નં. 218 માં આવેલ એલ એન્ડ ટી ફાયનાન્સની ઓફીસમાં કસ્ટમરોને જરૂરીયાત મુજબ લોન પુરી પાડે છે. જેમાં વાપી છરવાડા સનસીટીમાં રહેતી પુજા અશોકકુમાર બિશ્નોઇ તથા પારડી ભેંસલાપાડામાં રહેતી રૂબીના કમરૂદ્દીન શેખ નામની સ્ત્રીઓ લોન ઇચ્છુક કસ્ટમરોના ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ જેવા મહત્વના ઓળખ અંગેના તથા રહેઠાણના પુરાવાઓ સાથે કોઇપણ રીતે ચેડા કરી ખોટા પ્રુફ ઉપર કસ્ટમરોની લોન મંજુર કરાવવા માટે એલએન્ડટીના એજન્ટને કસ્ટમરો શોધી આપે છે. અને એલ એન્ડ ટી એજન્ટ પણ આ ખોટા અને બનાવટી ડોકયુમેન્ટ આધારે લોન મંજુર કરાવે છે.
જે આધારે એલ એન્ડ ટી ફાયનાન્સની ઓફીસમાં રેઇડ કરતા ફ્રન્ટલાઇન ઓફીસર ભાવિક બિપીનભાઇ ધોડીયા પટેલ રહેવાસી પારડીનાએ કસ્ટમરોની લોન મંજુર કરાવવા માટે સહઆરોપી પુજા અશોકકુમાર બિશ્નોઇ તથા રૂબીના કમરૂદ્દીન શેખ સાથે ભેગા મળી પોત-પોતાના આર્થિક ફાયદા સારૂ કસ્ટમરોને એલએન્ડટી ફાઇનાન્સ લી. કંપનીમાંથી વિવિધ લોન અપાવવાના ચુંટણીકાર્ડ, આધારકાર્ડ જેવા દસ્તાવેજી પુરાવાઓ લોન લેવાના હેતુથી તેમાં ચેડા કરી તે ડોકયુમેન્ટ ખોટા હોવાનુ જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી લોન મંજુર કરાવી ચુંટણીકાર્ડ/એપીક કાર્ડ નંબર ઉપરથી મેળવેલ માહિતીની પ્રિન્ટ નંગ-35 તથા આધારકાર્ડની પ્રિન્ટ નંગ-10 તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.10,000/-ના મુદ્દામાલ સાથે આરોપી ભાવિક બિપીનભાઇ પટેલને પકડી પાડ્યો હતો. જ્યારે બંને મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી.
પકડાયેલ આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ 465, 467, 468, 471, 120(બી) મુજબ ધોરણસર થવા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં 29/07/2023 ના રોજ ફરીયાદ નોંધાવેલ છે. અને આગળની વધુ તપાસ વાપી ટાઉન પોલીસ ચલાવી રહી છે. આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન જેવા અન્ય યાંત્રિક સાધનો કબજે લેવાની હાલ તજવીજ ચાલુ છે.
આમ, L&T Finance વાપીમાંથી લોન લેવા માટે ચુંટણીકાર્ડ, આધારકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો સાથે ચેડા કરી ખોટા ડોકયુમેન્ટ ઉપર લોન મંજુર કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં SOG વલસાડની ટીમને મહત્વની સફળતા મળેલ છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી SOG વલસાડ(કેમ્પ-વાપી)ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એન.સી.સગર તથા પો.સ.ઇ. બી.એચ.રાઠોડ તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ, અ.હે.કો. અશોક રમાશંકર, અ.હે.કો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, આ.પો.કો અરશદ યુસુફભાઇ, અ.પો.કો. સમ્રાટ ભુદરભાઇ તથા ડ્રા.પો.કો. અરવિંદસિંહ નાનુસિંહ વગેરે દ્રારા કરવામાં આવેલ હતી.