Friday, October 18News That Matters

વાપીમાં પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, ઔદ્યોગિક એકમો, શાળા સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવાયો 77મો સ્વાતંત્ર્ય દિવસ

દેશમાં 15મી ઓગસ્ટ આઝાદી દિનનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યું છે. 77માં આ સ્વતંત્રતા પર્વમાં વલસાડ જિલ્લાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે, વાપીમાં પણ વાપી નગરપાલિકા, વાપી ટાઉન પોલીસ સ્ટેશન, GIDC પોલીસ સ્ટેશન, નોટિફાઇડ ફાયર સ્ટેશન, VIA સહિત વિવિધ સ્થળોએ તિરંગા ને સલામી આપી ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વાપી નગરપાલિકા ખાતે પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ તમામે તિરંગા ને સલામી આપી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં મહિલા ASI ના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ટાઉન પોલીસ મથકના કર્મચારીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી તિરંગા ને સલામી આપી હતી.

વાપી ટાઉન પોલીસ મથકની જેમ વાપી GIDC પોલીસ મથક, DYSP ઓફિસે પણ પોલીસ જવાનોએ તિરંગાને સલામી આપી હતી. વાપી GIDC માં ASI અમૃતભાઈ પરમારે તો, DYSP ઓફિસે વાસુભાઈના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. નોટિફાઇડ ફાયર સ્ટેશને ફાયર જવાનોની ઉપસ્થિતિમા નોટિફાઈડ સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર એ. પી. પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. વાપીના VIA ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ સતીશ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

સ્વતંત્રતા પર્વ નિમિત્તે શહેરની વિવિધ શાળાઓમાં તેમજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ વિવિધ એકમોમાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળા-કોલેજમાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ જન મન ગીત ગાઈ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી. ઔદ્યોગિક એકમોમાં કામદારોએ તિરંગા ને સલામી આપી ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતાં. ભારતમાતા કી જય…… નો જયનાદ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિતિ તમામ દેશભક્તોને ચોકલેટ, મીઠાઈ વંહેંચી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *