વાપી GIDCમાં કાર્યરત Jay Finechem Pvt. Ltd. ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. Jay Finechem Pvt. Ltd. ના પ્રણેતા તેમજ સામાજિક કાર્યકતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની ચોથી પુણ્યતિથિએ આયોજિત આ રક્તદાન કેમ્પમાં 71 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આ રક્તદાન કેમ્પ માટે રોટરી ક્લબ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો સહયોગ મળ્યો હતો.
આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે VIA પ્રમુખ સતીશ પટેલ, VIA ઓનનરી સેકેટરી કલ્પેશ વોરા, રોટરી ક્લબ વાપીના પ્રેસિડેન્ટહાર્દિક શાહ, વાપી ગ્રીન એન્વાયરો કંપની ના CEO જતીનભાઈ મહેતા, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના એ. જી. પટેલ, બ્લડ મોબઈલ વેનના ચેરમેન કેતન પટેલ, રોટેરિયન પરાગ વોરા, સાગર દેવાની, અભય ભટ્ટ, વિનીત, નિમેશ સાવલા, સહિત Jay Finechem Pvt. Ltd. ના પ્રકાશભાઈ, હંસરાજભાઈ, અશોકભાઈ, મીતેશભાઇ, વિનોદભાઈ,રાજેશ મિશ્રા, ઉમેશ પોલ, પ્રવીણભાઈ, અવધેશ સિહ, સંજય યાદવ અને વિશાલ કહાર, વિશાલ પાટીલ, નીલ વશી, રત્નાકર ઘોડકે, તથા ક્રિષ્ના કુમાર યાદવ સહિત કર્મચારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કંપનીના પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, સ્વ. કાનજી સુંદર દામાને બધા અદાજી (બાપુજી)ના નામે ઓળખીએ છીએ તે અમારા માર્ગદર્શક અને ફાઉન્ડર હતાં. આજે એમની ચોથી પુણ્યતિથિ નિમિત્તે 4th Blood Donation Camp નું આયોજન કરવામાં આવ્યું છે. અમારી કંપની ઘણા બધા સામાજિક કાર્યોની સાથે જોડાયેલી છે, અમારામાંથી ઘણા બધા દાતાઓ રક્તદાન કરે છે.
પ્રકાશ ભદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રક્તદાનનું બંધન એ અન્ય કોઈ દાન કરતા વધુ મજબુત છે. આ રક્તદાન કેમ્પમાં સુપર હીરો જે બ્લડ ડોનર છે તેઓના થકી જે રક્તદાન કરીને 71 યુનિટ રક્ત એકત્ર કર્યું છે. દરેક રક્તદાતા કોઈ એકના જીવનનો એક નાયક અને જીવન રક્ષકબન્યા છે.
આ પ્રસંગે VIA ના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું કે રક્તદાન કરવું એ જીવનનો સૌથી મોટો ધર્મ છે. રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ હાર્દિક શાહે જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે અને રોટરી ક્લબ ઓફ વાપી દર વર્ષે નાના મોટા કેમ્પ અને બ્લડ મોબઈલ વેન થી 5000 જેટલું યુનિટ બ્લડ એકત્ર કરે છે.
આ રક્તદાન કેમ્પ માટે રોટરી ક્લબ ઓફ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, વાપી ગ્રીન એન્વાયરો કંપની લિ.નો પણ સહયોગ મળ્યો છે. સાથે સાથે સાવલા લેમિનેટસના નિમેશ સાવલા, એકરાપેક ના મુન્ના શાહ અને રોટરેકટ કલબના પ્રમુખ શ્રેયાંશ અમીન, રોટરેકટ સેક્રેટરી ભવ્ય શાહ, પ્રસ્તુત NGO અને LG United Way મુંબઈ ના સ્તુતિ ગર્ગ, રોટરેકટ ક્લબ ઓફ વાપીના ના સભ્યો, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ અને હરિયા હોસ્પિટલ ના ડોક્ટર્સ અને સ્ટાફ નો પણ સાથ અને સહકાર મળ્યો હતો.
વાપીની નાની મોટી કંપનીમાં અને અન્ય દુરદરાજના ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરની વિવિધ સોસાયટીઓમાં જઈને સ્થળ પરથી જ રક્તદાતાઓ પાસેથી રક્તનું દાન મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા વિશેષ સગવડો સાથેની મોબાઈલ વેન તૈયાર કરાઈ છે. અને એજ વેનમાં આ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું,