વલસાડ જિલ્લામાં સરીગામ GIDC અને વાપી GIDC માં કાર્યરત એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝ અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્વ. એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિતે સરીગામના SIA હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 551 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું.
છેલ્લા 10 વર્ષથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે SIA ના સહયોગમાં સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે તેમાં ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તનું દાન કરે છે. પુરુષ રક્તદાતાઓ સાથે મહિલા રક્તદાતાઓએ પણ ઉત્સાહભેર રક્તનું દાન કર્યું હતું. આ પ્રસંગે સોશ્યલ વેલફર કમિટી ના બી. કે. દાયમાં એ જણાવ્યું હતું કે, રક્ત એ કોઈ ફેકટરીમાં ઉત્પન્ન થતું નથી. તે માનવના શરીરમાં બનતું હોય તેને એક માનવે જ બીજા માનવના જીવનને બચાવવા આપવું પડે છે.
આજના રક્તદાન શિબિરમાં ઉદ્યોગોના કર્મચારીઓએ અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. રક્તદાન કેમ્પમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈ, SIA સેક્રેટરી કૌશિક પટેલ, ડેપ્યુટી ડાયરેકટર DIS ના એન. સી. ગોહિલ, નોટિફાઇડ CO મહેશ કોઠારી, GPCB સરીગામના એ. ઓ. ત્રિવેદી, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો, એન. આર. ગ્રુપ ઓફ કંપનીઝના મધુકર જોશુઆ, મિતેશ દેસાઈ, ભિલાડ પોલીસ મથકના PI સહિત કંપની ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે તમામે રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓનો આભાર માની રક્તનું દાન કરવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા. 60 થી વધુ વખત રક્તદાન કરનાર રક્તવિરોનું સન્માન કરવામાં આવ્યું હતું. SIA દ્વારા પણ એન. આર. ગ્રુપ ઓફ કંપનીઝના બી. કે. દાયમાં અને મધુકર જોશુઆનું આ રક્તદાન કેમ્પના આયોજન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્વર્ગીય એન. આર. અગ્રવાલ ઉદ્યમતાશીલતા અને કર્મઠાતાની મિશાલ હતાં. તેમણે શૂન્યમાંથી સર્જન કરી પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝને નવી ઊંચાઈ પ્રદાન કરી હતી. તેમની પુણ્યતિથિએ વાપી અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ યુનિટ ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે હતી. સરીગામ એસોસિએશનમાં છેલ્લા 10 વર્ષથી એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપની અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા રક્તની ઘટના નિવારવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે ખૂબ જ સફળ રહેતું હોય છે.
“Amazing post, keep up the good work!”