Thursday, January 30News That Matters

લંપી વાયરસની નાબુદી થાય, ઘર ઘર તિરંગો લહેરાય તેવી પ્રાર્થના સાથે વાપીમાં 51 પાર્થિવ શિવલીંગની પૂજા કરવામાં આવી

શ્રાવણ માસમાં રાજ્યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબૂદ થાય, હર ઘર તિરંગા અભિયાનમાં લોકો સ્વયંભૂ જોડાય, ભગવાન શિવ સૌનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરે તેવા શુભ આશિષ માટે વાપીમાં આવેલ હરિયા પાર્ક ખાતે સ્થાનિક રહીશોએ સામુહિક પાર્થિવ શિવલિંગનું પૂજન કરી મહાદેવ પાસે પ્રાર્થના કરી હતી.
વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલીંગની સ્થાપના કરી બહેનોએ તેનું પૂજન અર્ચન કરવા સાથે રાજ્યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબૂદ થાય, ઘર ઘર તિરંગો લહેરાય, મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી હતી.
પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજાનું અનેરૂ મહત્વ છે. તેમાં પણ પુત્રદા એકાદશીએ બહેનો દ્વારા મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસને ધ્યાનમાં રાખીને સોમવારે વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તો રાજ્યમાં પશુઓમાં ફેલાયેલ લંપી વાયરસ નાબૂદ થાય, દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હોવાનું કથાકાર ધરમ જોષીએ જણાવ્યું હતું.
જેમ કોરોના વખતે આ વિસ્તારના રહીશો એકબીજાને મદદરૂપ થયા હતા. તેવી જ રીતે પારિવારિક ભાવના કેળવી દેશની આન બાન અને શાન ગણાતા તિરંગા ને તેમના ઘરે લહેરાવે. લંપી વાયરસમાં મૃત્યુ પામેલ ગાય માતાની આત્માને મહાદેવ શાંતિ પ્રદાન કરે તેવા શુભ આશયથી આયોજીત આ સામુહિક પાર્થિવ શિવલિંગ સ્થાપના અને પૂજન અર્ચનના યજ્ઞમાં ઉપસ્થિત મહિલા મંડળની બહેનોએ જણાવ્યું હતું કે, તમામે હાથમાં રાષ્ટ્ર ધ્વજ રાખી મહાદેવની પૂજા કરી છે. તેમજ ઘ્વજવંદન ના દિવસે અને જન્માષ્ટમીના દિવસે ધ્વજવંદન કરી તિરંગા ને સલામી આપશે.
સોમવારે હરિયા પાર્ક અંબા માતા મંદિરના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમ અંગે એક દિવસ અગાઉ જ કથાકાર ધરમ જોષીએ તિરંગા સાથે 51 પાર્થિવ શિવલીંગની સ્થાપના કરવાની, લંપી વાયરસના કારણે મૃત્યુ પામેલ ગાયમાતાના કલ્યાણ માટે પૂજા, અર્ચના અને સમૂહ આરતી કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી જેને સોસાયટીના તમામ રહીશોએ સહર્ષ સ્વીકારી તેમાં ઉપસ્થિત રહી મહાદેવની પૂજા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં 51 પાર્થિવ શિવલીંગનું સ્થાપન કરી કથાકાર ધરમ જોષીએ શાત્રોક્ત વિધિ વિધાન સાથે શ્લોક-મંત્રોચ્ચાર કરી પૂજા કરાવી હતી. જેમાં ઉપસ્થિત મહિલાઓએ ભગવાન શિવ સૌનું કલ્યાણ કરે, પશુઓમાં ફેલાયેલ લંપી વાયરસને નાબૂદ કરે રાષ્ટ્રની આન બાન અને શાન ગણાતો તિરંગો કાયમ લહેરાતો રહે, લોકોમાં દેશભક્તિ પ્રબળ બને તેવી પ્રાર્થના કરી 101 દીપ પ્રગટાવી મહાદેવની સામુહિક આરતી ઉતારી હર હર મહાદેવ, ભારત માતા કી જય ના ગગનભેદી નારા લલકાર્યા હતાં.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *