Friday, October 18News That Matters

મુંબઈ અમદાવાદ વચ્ચેના હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટમાં 50 કી.મી.ના વાયડક્ટ અને 180 કિલોમીટરમાં ફાઉન્ડેશન પુર્ણ

22 એપ્રિલ 2023 સુધીમાં HSRCL દ્વારા મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની હાલની સ્થિતિ અંગે વિગતો જાહેર કરી છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ ગુજરાતમાં તેજ ગતિથી આગળ વધી રહ્યો હોવાની વિગતો આપી છે. HSRCL દ્વારા અપાયેલ વિગતો મુજબ આ પ્રોજેકટ હેઠળ પ્રગતિ રૂટ પર આવતી નદી પરના બ્રિજ માટે 50 કી મી નો વિશાળ અને તે ભાગના લોખંડના ગર્ડર્સ મુકીને બીજો માઇલસ્ટોન સિધ્ધ કર્યો છે.

મુંબઈ અમદાવાદ વચ્ચે 50.16 કી મીના નદીનાં બ્રિજ પૂરા કર્યા છે. જેમાં વડોદરા પાસે 9.1 કી મી નો સળંગ બ્રિજનો સમાવેશ થાય છે અને 41.06 કી મી. ના જુદા જુદા લોકેશન પરના બ્રિજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તો, 285 કી મી લાંબો પાઇલ બનાવવામાં આવ્યો છે, 215.9 કી મી નું ફાઉન્ડેશન તૈયાર કર્યું છે. 182.4 કી મી. માં પાઇલર્સ (ખાંભા) નું કન્સ્ટ્રક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે.

એ ઉપરાંત કુલ 1882 ગડર્સ પૈકી 75.3 કી મી ના ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત અને દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લામાંથી પસાર થતી સમગ્ર રેલ્વે લાઇનનું કન્સ્ટ્રક્શન વર્ક હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. વાપીથી સાબરમતી વચ્ચેના 8 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન પર બાંધકામ વિવિધ તબક્કા હેઠળ આગળ વધી રહ્યું છે.

સુરત ખાતે 250 મીટરનો રેલ્વે લેવલ સ્લેબ, 150 મીટરનો આણંદ ખાતે અને 50 મીટરનો બીલીમોરા ખાતે હાઇ સ્પીડ રેલ્વે સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર આણંદ/નડિયાદ હાઈ સ્પીડ રેલનું પ્રથમ સ્ટેશન છે. જ્યાં રેલવેને જોડતા 425 કિલોમીટર લંબાઈના નાના રસ્તા સ્ટેશનના પ્રથમ લેવલમાં પુર્ણ કર્યા છે.

હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે નાના રસ્તાનું, 60 મીટર લેવલ સ્લેબનું અને સુરત ખાતે 300 મીટરનું કન્સ્ટ્રક્શન વિગેરે તૈયાર થયું છે. મહત્વની અને મોટી નદીઓ એટ્લે કે નર્મદા, તાપી, માહિ અને સાબરમતિ પર બ્રિજનું કામ પ્રગતિમાં છે. એક પ્રથમ સળંગ બ્રિજ જાન્યુઆરી 2023 માં પૂરો કર્યો છે.

સિવિલ, બ્રિજ અને ટ્રેક કન્સ્ટ્રક્શન માટેનો સમગ્ર 352 કી મી વાયડ્ક્ટ, બ્રિજ, સ્ટેશનો અને ટ્રેક માટેનો સમગ્ર લાઇનનો 100% કોન્ટ્રાક્ટ, જે ગુજરાત અને દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે, તે કોન્ટ્રાક્ટ 2 વર્ષ પહેલા (મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલનો (પ્રથમ સિવિલ કોન્ટ્રાક્ટ સી-4 પેકેજ 28 મી ઓક્ટોબર 2020 માં) આપ્યો હતો.

 

આ પ્રોજેકટ અંતર્ગત જમીન સંપાદનની સ્થિતિ જોઈએ તો એકંદર 99.17 % છે. જે પૈકી ગુજરાતમાં 98.91%, દાદરા નગર હવેલીમાં 100%, મહારાષ્ટ્ર 99.75 % સુધીની જમીન સંપાદન કરી તેનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *