Sunday, December 22News That Matters

દિવાળીમાં પૈસાની તંગી દૂર કરવા નકલી ACB અધિકારીઓ બનેલા 5 તોડબાજ પત્રકારોની ધરપકડ

દિવાળીમાં પૈસાની તંગી દૂર કરવા કથિત 5 પત્રકારોએ નકલી ACB અધિકારી બની એક વન અધિકારીને લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નવસારીના ગણદેવી પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે ફરિયાદ આધારે નવસારી પોલીસની ટીમે 1 મહિલા સહિત 5 આરોપીઓ એવા ઉદયલાલ દેવીલાલ ચૌહાણ, ઇમરાન ઈકબાલ કરોડિયા, સંજયસિંહ કરણસિંહ રાઠોડ, નાનાલાલ ઉદયલાલ ખટીક, આરતી દિનેશભાઈ સોંદરવાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી એવા મનીષ દેસાઈને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલ કથિત પત્રકારો પાસેથી અભિનવ સુરત અને G-9 મીડિયા કંપનીના કાર્ડ મળી આવ્યા હોય સમગ્ર મામલે બીલીમોરા CPI એ વધુ તપાસ હાથ ધરી છે.
પત્રકાર આલમમાં ચકચાર જગાવતી આ ઘટના અંગે પોલીસ વિભાગે આપેલી માહિતિ મુજબ ગત 18મી ઓક્ટોબર 2022ના ગણદેવી પો.સ્ટે ખાતે ફરીયાદી ઉમેશ્વર દયાલ સિંઘસ્વ, શંકર દયાલ સિંઘ (ભારતીય વન સેવા અધિકારી) એ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગાંધીનગર ખાતેથી વલસાડ, નવસારી, ડાંગ જીલ્લાના વનોની મુલાકાત અને ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે આવ્યા હતા. જે અંતર્ગત 16મી ઓક્ટોબર 2022 ના ડાંગ જિલ્લાથી પરત જતા હતા તે દરમ્યાન ટાંકલ ચાર રસ્તાથી ખારેલ તરફ આવતા ગણદેવાગામ, નહેર ફળીયાં પાસે 5 જેટલા લોકોએ ACB ની ઓળખ આપી લુંટ કરવાના ઇરાદે સરકારી વાહનને રોકી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી……. 
આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઇ નવસારીના પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયએ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તપાસ કરી આરોપીને પકડી પાડવા LCB ના PI ડી.એસ.કોરાટ તથા બીલીમોરા CPI પી.આર.કરેણને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે LCB નવસારીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હયુમન ઇન્ટેલીજન્સ દ્વારા તેમજ CPI બીલીમોરા તથા ગણદેવી પો.સ્ટે. ના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
આ તોડબાજ પત્રકારોની ધરપકડ કરી………
જેમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમાળા ખાતે આવેલ સ્પર્સ વિલામાં હોવાની બાતમી મળતા પોલીસે આરોપીઓ (1) ઉદયલાલ દેવીલાલ ચૌહાણ, ક્રિષ્ણા રેસીડેન્સી, ખોલવડ, સુરત (2) ઇમરાન ઇકબાલ કરોડીયા, તડકેશ્વર, ખોડી આંબલી સુરત (3) સંજયસિંહ કરણસિંહ રાઠોડ, એ / 422, હરીદર્શન સોસાયટી, શેખપુર સુરત (4) નાનાલાલ ઉદયલાલ ખટીક ઓલપાડ, સુરત તથા (5) આરતીબેન દિનેશભાઇ સોંદરવા કલ્પનાનગર સોસાયટી જલાલપોર નવસારીનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કથિત પત્રકારો પાસેથી અભિનવ સુરત અને G-9 મીડિયા કંપનીના કાર્ડ મળી આવ્યા…….
ઉલ્લેખનીય છે કે પકડાયેલ પાંચેય કથિત પત્રકારો છે. જેઓએ દિવાળીમાં પૈસા ની તંગી દૂર કરવા નકલી ACB અધિકારી બની ગણદેવા ખાતે વન અધિકારીને લૂંટવાનો કારસો રચ્યો હતો. પોલીસની ટીમે મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી, મુખ્ય આરોપી એવા મનીષ દેસાઈને વોન્ટેડ જાહેર કરવા સાથે ઉદય લાલ દેવીલાલ ચૌહાણ, ઇમરાન ઈકબાલ કરોડિયા, સંજયસિંહ કરણસિંહ રાઠોડ, નાનાલાલ ઉદયલાલ ખટીક, આરતી દિનેશભાઈ સોંદરવાની ધરપકડ કરી હતી. પકડાયેલ કથિત પત્રકારો પાસેથી અભિનવ સુરત અને G-9 મીડિયા કંપનીના કાર્ડ મળી આવ્યા હોય સમગ્ર મામલે બીલીમોરા CPI એ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *