દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણની હોટેલોમાં પ્રવાસીઓએ 31st લાસ્ટ નાઈટ પાર્ટીમાં વર્ષ 2024ને વિદાય આપી આજથી શરૂ થતાં નવા વર્ષ 2025ને વેલકમ કર્યું હતું. યુવાનોએ DJ ના તાલે ગુજરાતી ગરબા, હિન્દી-અંગ્રેજી સોંગ્સ પર ધમાલ બોલાવી હતી. પરંતુ, દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓનું આવાગમન ખૂબ જ ઓછું રહ્યું હોય, ગણતરીની હોટેલોમાં જ 31st લાસ્ટ નાઈટ અને ન્યુ યર સેલિબ્રેશન યોજાયા હતાં.
ગુજરાતી લહેરી લાલાઓએ મનપસંદ ટૂરિસ્ટ પોઇન્ટ ગણાતા દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી આ વર્ષે ખૂબ જ ફિક્કી રહી હતી. પાંખી હાજરીમાં આવેલા પ્રવાસીઓએ નાચગાન સાથે નવા વર્ષને આવકાર્યું હતું. ગુજરાત-મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ગણાતા દમણની વિવિધ હોટેલોમાં 31st લાસ્ટ નાઈટ પાર્ટી એન્ડ ન્યુ યર વેલકમ માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રવાસીઓએ આવે છે. જેઓ DJ અને લાઈવ બેન્ડના તાલે નાચગાન સાથે વેજ-નોનવેજ વાનગીઓ અને તેમાં પણ સી-ફૂડ અને શરાબની ભરપૂર મોજ કરતા હોય છે. જેમાં આ વર્ષે આ ઉજવણીમાં હોટેલોમાં ખૂબ જ ઓછું બુકીંગ થતા આ સેલિબ્રેશન નિરાશાજનક જોવા મળ્યું હતું.
વર્ષ 2024 ને બાય બાય કરવા અને વર્ષ 2025 ને વેલકમ કરવા સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા હજારો પ્રવાસીઓએ દમણની વિવિધ હોટેલમાં 31st નાઇટની મજા માણી હતી. દમણમાં મોટેભાગે ગુજરાતી પ્રવાસીઓ વધુ આવતા હોય આ ગુજરાતી પ્રવાસીઓએ ગુજરાતી ગરબા, હિન્દી-ઈંગ્લીશ ફ્યુઝન મ્યુઝિક કમ DJ ના તાલે રોશનીના ઝગમગાટ વચ્ચે પોતાના પરિવાર-પ્રિયતમા તેમજ બાળકો સાથે ડાન્સ કરી New Year ને વેલકમ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓમાં ઓટ જરૂર આવી છે. પરંતુ જે પ્રવસીઓ દમણ આવ્યાં હતાં. તેમાં આકર્ષક અને શરીરને મન મોહી લેતા કપડામાં સજ્જ યુવતીઓએ દરેક હોલીવુડ-બોલીવુડ ફિલ્મી ગીતો, રેપ સોંગ્સ અને ગુજરાતી ગરબાના તાલે શરીરની અદાઓ દ્વારા એકમેકને મદહોશ કર્યા હતા. તો પાર્ટીમાં ડાન્સ સાથે તમામ હોટેલોમાં ગાલા ડિનરની વ્યવસ્થા હતી. જેમાં વેજ-નોનવેજ વાનગીઓની અને શરાબની મજા માણી હતી. લાસ્ટ નાઈટ પાર્ટીમાં આવેલા પ્રવાસીઓમાં વર્ષ 2024ને બાય બાય કહેવાનો અને નવા વર્ષ 2025ને અવકારવાનો અનોખો થનગનાટ જોવા મળ્યો હતો.