મળતી વિગતો મુજબ સુરતથી 5 લોકો રવિવારે દમણમાં ફરવા આવ્યા હતા. તમામ મિત્રોએ મોટી દમણ લાઈટ હાઉસ થી જામપોર બીચ સી ફેસ રોડ પર ફરવા સાથે ખાણીપીણીની મોજ માણી હતી. જે બાદ દરિયામાં ન્હાવા પડ્યા હતાં. જેમાં મોજાની ભરતી સાથે 3 યુવકો તણાઈ જતા અને 2 યુવકો બચી જતા ચકચાર મચી છે.