વાપીની વાઈટલ કંપનીના શંકર, સંજય અને રાહુલ નામના ઈસમોએ ચોરીની શંકામાં કંપનીના કર્મચારીના કપડાં કાઢી માર માર્યો!
વાપીમાં સપ્તાહ પહેલા નિહાલ એન્જીનીયરીંગ કંપનીના માલિક સહિત 4 લોકોએ 4 સગીર યુવકોને ચોરીના ગુન્હામાં અર્ધનગ્ન કરી ઢોર માર મારવાનો કિસ્સો હજુ શમ્યો નથી. ત્યાં જ વાપીની ફાયર સહિતની સેફટીના મામલે બદનામ વાઈટલ હેલ્થકેર કંપનીના 4 લોકોએ એક શ્રમિકને ચોરીની શંકામાં 2 દિવસ સુધી ગોંધી રાખી ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ વાઈટલ કંપનીમાં 9 વર્ષથી મશીન ઓપરેટરનું કામ કરતા સુનિલ સરોજ નામના શ્રમિકે વાપી GIDC પોલીસ મથકમાં રજુઆત કરી છે કે, ગત શનિવાર-રવિવાર 2 દિવસ સુધી કંપનીના શંકર બજાજ, સંજય ડોડીયા, લેબર કોન્ટ્રકટર રાહુલ અને સિક્યુરિટી ગાર્ડે તેને ગોંધી રાખી કંપનીમાં અને છીરીની એક રૂમમાં પુરી ઢોર માર માર્યો છે. માર મારનારાઓએ તેમના પર વાલ્વની ચોરીની શંકા રાખી આ માર માર્યો હતો. સાથે જ જે ચોરી તેમણે કરી નથી તે ચોરીની કબૂલાત કરાવી રિઝાઇન લેટર લખાવી લ...