ઘોલ-ચારોટી IRB ટોલનાકાની એમ્બ્યુલસના પીધેલા ડ્રાઇવરે 3ને કચડી નાખ્યા, બગવાડા IRB ટોલ એમ્બ્યુલન્સ વિહોણું?
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ ઘોલ-ચારોટી નાકા પર IRB ની એમ્બ્યુલસના ડ્રાઇવરે બાઇક પર સવાર 3ને કચડી નાખતા એકનું મોત અને 2 ઘાયલ થયા હતા. આ મામલે મૃતક ના પરિવારને યોગ્ય વળતર આપવા 27મી ફેબ્રુઆરીએ વિવિધ સંગઠનો દ્વારા ઘોલ-ચારોટી પ્લાઝા બંધનું એલાન આપ્યું હતું. જે બાદ સફાળા જાગેલા IRB ના અધિકારીઓએ ગામલોકો-પોલીસ-વિવિધ સંગઠનોના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં 27મીનું બંધ આંદોલન મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો છે. અને 28મી ફેબ્રુઆરીએ IRB ના માલિક મહેશકર ખુદ ઘોલ-ચારોટી આવી ભોગ બનનાર પરિવારને મળી તેમની માંગણી સાંભળશે. આ બનાવમાં બગવડા ટોલ પ્લાઝાની એકમાત્ર એમ્બ્યુલસને પણ ચારોટી ટોલ પ્લાઝા પર મોકલી દેતા બગવાડા ટોલ પ્લાઝા ઇમર્જન્સી એમ્બ્યુલન્સ વિહોણું બન્યું છે.
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર IRB દ્વારા ઉભા કરેલા ટોલ પ્લાઝા પર અવારનવાર અનેક બેદરકારી અને સરકારના નિયોમાંના ભંગ થતા આવ્યાં છે. જ...