વલસાડ ભાજપે જિલ્લાના તમામ પત્રકારોને બદલે માનીતા પત્રકારોને આપી દિવાળી બક્ષિસ! માહિતીખાતાનું લિસ્ટ માત્ર કાર્યક્રમ પૂરતું?
વલસાડ ભાજપમાં હાલ કેટલાક પત્રકારોએ જાણે ભાજપ પાર્ટી પોતાના બાપની હોય તેવી હવા ચલાવી દિવાળી સમયે વલસાડ ભાજપ તરફથી મળતી દિવાળી બક્ષીશ માત્ર તેમના ગણ્યા ગાંઠ્યા ખાસ પત્રકારોને અપાવી ભાજપ સામે વેરના તણખા ઝરાવ્યાં છે. અને મસમોટી રકમ પોતાના ગઝવે ઘાલી તાગડધિન્ના કરી રહ્યા હોવાની વાત પત્રકાર આલમમાં ચર્ચાઈ રહી છે.
દિવાળી સમયે દરેક પત્રકારને રાજકીય પક્ષ તરફથી દિવાળી બક્ષીશ મળતી હોય છે. આ જગજાહેર છે. અને એમાં મોટેભાગે માહિતી ખાતાના લિસ્ટ મુજબ દરેક પત્રકાર, તંત્રી, સિનિયર પત્રકાર ને તેના હોદ્દા મુજબ બક્ષીશ અપાતી હોય છે. જો કે વલસાડ જિલ્લા ભાજપમાં હાલ કોઈ જ સ્કીલ્ડ નહિ ધરાવતા અને કનુભાઈના કઠપૂતળી બની ગયેલા વલસાડ જિલ્લા પ્રમુખ કંસારાને તેમના જ 2 ખાસ કહેવાતા પત્રકારોએ પોતાના અંગત પત્રકારોને દિવાળી કરાવતું લિસ્ટ રજૂ કરી દિવાળી કરાવી દેતા વલસાડ જિલ્લાના અન્ય પત્રકારોમાં નારાજ...