Friday, October 18News That Matters

Month: October 2021

સરીગામમાં ઉદ્યોગપતિને ટેમ્પોવાળાએ આપી ધમકી, સરીગામ ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં

સરીગામમાં ઉદ્યોગપતિને ટેમ્પોવાળાએ આપી ધમકી, સરીગામ ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં

Gujarat, National
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલ ઇન્ટિગ્રેટેડ પેસ્ટીસાઈડ કેમિસોલ કંપનીના કર્મચારીને ટેમ્પો ભાડાં બાબતે માર મારી કંપનીના ડાયરેકટર, મેનેજરને ધાકધમકી આપનાર ટેમ્પો વેલ્ફેર એસોસિએશનના 2 માથાભારે ઈસમો સામે ભિલાડ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો, આ મામલે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગપતિઓએ આ મામલાને ગંભીર ગણી કાયદાકીય પગલાં લેવાય તે માટે એક બેઠક બોલાવી એકસંપ બતાવ્યો હતો.  વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ત્રણેક દિવસ પહેલા ઇન્ટિગ્રેટેડ પેસ્ટીસાઈડ કેમિસોલ કંપનીમાંથી V એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં માલ મોકલવા ગયેલ કર્મચારીને સ્થાનિક ટેમ્પો વેલફેર એસોસિએશનના જીતુ ભંડારી અને ઠાકોર નામના ઇસમે માર મારી માલ ખાલી કરવા દીધો નહોતો તેમજ કંપનીના માલિક ભાર્ગવ દેસાઈ અને મેનેજર કેયુર દેસાઈને પણ ભાડાં બાબતે ધાકધમકી આપતા આ મામલે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ બાદ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, ...
DNH પેટા ચૂંટણીમાં ભાજપના વાર પર શિવસેનાનો પલટવાર!

DNH પેટા ચૂંટણીમાં ભાજપના વાર પર શિવસેનાનો પલટવાર!

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 30મી ઓક્ટોબરે સંસદીય પેટા ચૂંટણી છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતના ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મંગળવારે સેલવાસ આવ્યાં હતાં. સેલવાસમાં પાટીલે મહારાષ્ટ્રિયન સમાજના આગેવાનોને સંબોધન કરી પાટીલે કહ્યું હતું કે, શિવસેના ઘર બદલતો પક્ષ છે. અહીં જેને ટીકીટ આપી છે તે પાર્ટી બદલતો પરિવાર છે. આ આક્ષેપો બાદ શિવસેના તરફથી એક અખબારી યાદી જાહેર કરી છે કે ભાજપના ઉમેદવાર જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં છે. એટલે પાટીલના આહવાન પર ભાજપના કાર્યકરો મૂંઝાયા છે. દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ધુરંધર નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતારી દાદરા નગર હવેલીની સીટ કોઈપણ સંજોગોમાં જીતવી તેવો નીર્ધાર કર્યો છે. ભાજપ તરફી અચાનક મતદારોનો જુવાળ હોવાનું ધ્યાને આવ્યા બાદ ભાજપે હાલ સ્ટાર પ્રચારકોને બોલાવી ધૂં...
આ મંદિરના મહારાજ પાસે છે ભગવાન શિવનું ત્રીજું નેત્ર(ત્રીનેત્ર)

આ મંદિરના મહારાજ પાસે છે ભગવાન શિવનું ત્રીજું નેત્ર(ત્રીનેત્ર)

Gujarat, National
વલસાડ જિલ્લાના ભિલાડ ગામમાં આવેલ ઇન્ડિયાપાડા ફળિયામાં ત્રીનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના પૂજારી ગજાનંદ મહારાજે દાવો કર્યો છે કે તેમની પાસે ભગવાન શિવનું ત્રીજું નેત્ર છે. જે તેમને 35 વર્ષ પહેલાં સાધુરૂપે આવેલા ભગવાન શિવે આપ્યું છે. આજના આધુનિક યુગમાં જો કે આ વાત ગળે ઉતરવી મુશ્કેલ છે. પરંતુ, ગજું મહારાજે આ ત્રીનેત્ર માટે વૈજ્ઞાનિકોને લેબોરેટરી ટેસ્ટ કરવાની ચેલેન્જ આપી છે. ભિલાડના ઇન્ડિયા પાડા ફળિયું કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની સરહદ પર આવેલું છે. અહીં હાલ એક સુંદર ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ મંદિર ગજું મહારાજનું છે. આવનારા દિવસોમાં તે અહીં 9 કરોડના ખર્ચે 51 શક્તિપીઠનું નિર્માણ કરવાના છે. તેમની પાસે રહેલા કાળા પથ્થરના એક ટુકડાએ તેમનું જીવન બદલ્યું છે. અને તેની અપાર શક્તિથી તે રોગીઓના રોગ મટાડે છે. નિઃસંતાન દંપતિઓને સંતા...
દાદરા નગર હવેલીમાં ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરી લીધો? અભિનવ પિતાના પગલે?

દાદરા નગર હવેલીમાં ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરી લીધો? અભિનવ પિતાના પગલે?

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. પૂર્વ અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી આ લોકસભા સીટ માટે આગામી 30મી ઓક્ટોબરે મતદાન થવાનું છે. જે માટે 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી ફોર્મ ફરવાની નિયત તારીખ છે. જો કે ભાજપે લોકસભાની ચૂંટણી માટે કોને ટીકીટ આપવી તે અવઢવ ચાલ્યા બાદ આખરે ઉમેદવારની પસંદગી કરી લીધી છે. તો, ભાજપ, NCP શિવસેના જેવા પક્ષોના મોવડીઓ સાથે તાબડતોબ બેઠકો કરવા સાથે દાદરા નગર હવેલીમાં ગ્રામ્ય વિસ્તારોના મતદારો સાથે બેઠકનો દૌર શરૂ કરનાર અભિનવ ડેલકરે પણ આખરે પોતાનો નિર્ણય નક્કી કરી લીધો છે.  સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ પેટા ચૂંટણીમાં મતદારો ભાજપથી નારાજ હોવાનું અને તેનો ફાયદો ડેલકર પરિવારને થઈ શકે છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે. આ અવઢવ વચ્ચે ભાજપમાંથી નટુ પટેલ, મહેશ ગાંવિત સહિત 4 જેટલા કાર્યકરોએ ટિકિટની માંગણી કર...
અશ્વિની વૈષ્ણવને પણ લાગે છે કે ચૂંટણી પ્રચાર કરતા રેલવેની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. મુરતિયો ગમે તેવો હશે ખર્ચો બાતલ જશે?

અશ્વિની વૈષ્ણવને પણ લાગે છે કે ચૂંટણી પ્રચાર કરતા રેલવેની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. મુરતિયો ગમે તેવો હશે ખર્ચો બાતલ જશે?

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણીમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને ભાજપે ચૂંટણી પ્રભારી તરીકે નિમ્યા છે. વૈષ્ણવ પણ હોંશેહોંશે દાદરા નગરમાં પધારી ભાજપના મુખ્ય કહેવાતા નેતાઓ સાથે અને કાર્યકરો સાથે બેઠકો કરી ચુક્યા છે. જો કે બેઠક દરમ્યાન ભાજપ માટે આ પેટા ચૂંટણી જીતવી ખુબજ કઠિન છે તેવી પ્રતીતિ થઈ જતાં. વૈષ્ણવે દાદરા નગર હવેલીના ચૂંટણી પ્રચાર પર ફોક્સ કરવાને બદલે રેલવેની સમસ્યાઓ પર અને રજૂઆતો પર ફોક્સ કરવાનું મુનાસીબ માન્યું છે. રવિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ રેલમાર્ગે અશ્વિની વૈષ્ણવ વાપી રેલવે સ્ટેશને ઉતર્યા હતા તે બાદ સતત વિવિધ સમાજના લોકો તેમની પાસે વાપીથી રાજસ્થાન સહિતના લાંબા રૂટની ટ્રેઇનના સ્ટોપેજ અને વધુ ટ્રેન ની માંગણી કરતી રજુઆત કરવા પહોંચી ગયા હતાં. અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય રેલવેપ્રધાન છે. જેને હાલમાં દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણી માટે ભાજપે...
દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપના પ્રભારીએ ટીકીટની દાવેદારી માટે ચાલતી અટકળોનો અંત આણ્યો પણ ઉમેદવારને ટીકીટ આપવાનું કોકડું ગુંચવાયું

દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપના પ્રભારીએ ટીકીટની દાવેદારી માટે ચાલતી અટકળોનો અંત આણ્યો પણ ઉમેદવારને ટીકીટ આપવાનું કોકડું ગુંચવાયું

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા સીટના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક નિધન બાદ 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણીનું મતદાન છે. જે માટે 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર દરમ્યાન ઉમેદવારનું નામ જાહેર કરી ફોર્મ ભરવાનું છે. આ પ્રક્રિયા પુરી કરવા અને ચૂંટણીમાં ભાજપ તરફી ચૂંટણી પ્રચાર કરવા, કાર્યકરો સાથે ચૂંટણીની સમીક્ષા કરવા આવેલા કેન્દ્રીય રેલ પ્રધાન અને પેટા ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ સામે ઉમેદવારનું નામ જાહેર કરવામાં અનેક પડકારો આવતા ગુપ્ત બેઠકમાં દાવેદારી માટે ચાલતી અટકળોનો અંત આણ્યો હતો. પણ ઉમેદવારને ટીકીટ આપવાનું કોકડું ગુંચવાયું ગયુ છે.  સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું નામ જાહેર કરવા સોમવારે ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યાં હતાં. વૈષ્ણવે દાદરા નગર હવેલીમાં કાર્યકરો સ...
બંદે મેં થા દમ! બાપુની જયંતિએ વાપીમાં પરિવર્તન લાવવા કોંગ્રેસે ગાંધીજીને હાથ જોડી પ્રાર્થના કરી

બંદે મેં થા દમ! બાપુની જયંતિએ વાપીમાં પરિવર્તન લાવવા કોંગ્રેસે ગાંધીજીને હાથ જોડી પ્રાર્થના કરી

Gujarat, National
મુન્નાભાઈ MBBS માં ગાંધીજી માટેનું એક ગીત છે. જેના શબ્દો છે કે માટી પુકારે... તુજે દેશ પુકારે... આજા રે અબ આજા રે... ભૂલે હૈ હમ રાહે હૈ રાહ દિખા દે....આજા રે રાહ દિખા દે....  મુન્નાભાઈ MBBS ફિલ્મના એ ગીતની જેમ  વાપીમાં વિપક્ષી કોંગ્રેસી નેતા ખંડું ભાઈ પટેલે વાપીમાં પરિવર્તન લાવવા બાપુની જન્મ જયંતિએ બે હાથ જોડી બાપુને પ્રાર્થના કરી હતી કે મહાત્મા ગાંધી બાપુજી આ વર્ષે કંઈક કરો પરિવર્તન લાવો વાપીમાં પરિવર્તનની જરૂર છે. ગુજરાતમાં અને દેશમાં કોંગ્રેસની જે હાલત થઈ છે. તે બાદ હવે કોંગ્રેસ પણ મહાત્મા ગાંધી પાસે પરિવર્તન લાવવાની પ્રાર્થના કરે છે. 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ હતી. આ દિવસે વાપી તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનોએ વાપીમાં કોપરલી ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચડાવ્યા હતાં. અમર રહે અમર રહે મહાત્મા ગાંધી અમર રહે..... મહાત્મા ગાંધીજીકી જય.... જે...
વાપીના પ્રમુખ ગ્રીનમાં 18 દિવસથી IPL પર સટ્ટો રમાડતા 6 સટોડીયાઓને 41.87 લાખના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે દબોચી લીધા

વાપીના પ્રમુખ ગ્રીનમાં 18 દિવસથી IPL પર સટ્ટો રમાડતા 6 સટોડીયાઓને 41.87 લાખના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે દબોચી લીધા

Gujarat, National
  વાપી ટાઉન પોલીસ વિસ્તારના ચલા પ્રમુખ ગ્રીનના 10માં માળે ફ્લેટમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 6 સટોડીયાઓને પોલીસે દબોચી લીધા છે. સટોડીયાઓ પાસેથી પોલીસે કાર, મોબાઈલ, લેપટોપ સહિત કુલ 41,87,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ સટોડીયાઓમાં તમામ મૂળ મુંબઈના વતની છે. અને વાપીના પોશ ગણાતા પ્રમુખ ગ્રીન બિલ્ડીંગમાં ફ્લેટ ખરીદી 18 દિવસથી સટ્ટા બેટિંગનો કારભાર ચલાવતા હતાં. આ અંગે વાપી ટાઉન પોલીસે આપેલ વિગતો મુજબ ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયા તથા PSI એચ. પી. ગામીતને બાતમી મળી હતી કે ચલામાં આવેલ પ્રમુખ ગ્રીનમાં કેટલાક સટોડીયાઓ IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડે છે. આ બાતમી આધારે પોલીસે 30મી સપ્ટેમ્બરના રાત્રે પ્રમુખ ગ્રીનમાં B-1 ટાવરના 10માં માળે ફ્લેટ નંબર 1002માં રેઇડ કરી હતી. પોલીસની રેઇડ દરમ્યાન સટોડીયાઓ સનરાઈઝ હૈદરાબાદ વર્સીસ ચેન્નાઇ સુપરકિ...