વાપી નજીક તીઘરા ગામે ચપ્પુના ઘા મારી યુવકનું મોત નિપજાવવાના ગુન્હામાં આરોપીને આજીવન કેદ
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં 2017માં હત્યાના ગુન્હામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવામાં આવી છે. બીજા અધિક સત્રના ન્યાયધીશ કે. જે. મોદીએ આ ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી હિતેશ જીવણ પટેલ ને આજીવન કેદની સજા ઉપરાંત 5 હજારના દંડની સજા ફરમાવી છે.
આ અંગે વિગતો જોઈએ તો વર્ષ 2017માં 30મી માર્ચના પારડી તાલુકાના તીઘરા ગામે મૃતક મોહનભાઈ નાનુભાઈ હળપતિની સ્મશાનયાત્રામાં આવેલા ફરિયાદી મનીષ મંગુ હળપતિ ના બનેવી પ્રકાશ ખાલપભાઈને આરોપી હિતેશ જીવણ પટેલે ચપ્પુથી માથાના અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ ઘાયલ પ્રકાશને પારડીમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં વધુ લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ નિપજ્યુ હતું.
આ કેસમાં આરોપી હિતેશ જીવણ પટેલને પારડી પોલીસે ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત 31મી ઓગસ્ટ 2021ના રોજ વાપી એડ...