વાપી-દમણમાં કરોડોની જમીન ધરાવતા RMCLમાં EDનું સર્ચ ઓપરેશન, 53 લાખ લોકો સાથે કર્યું છે 20,000 કરોડનું કપટ
દમણ :- દમણમાં રાધા માધવ કોર્પોરેશન લિમિટેડ પર ED ની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે, અનિલ અગ્રવાલ મુંબઈમાં, મિતેષ અગ્રવાલ દિલ્હીમાં અને અભિષેક અગ્રવાલ પટનામાં હોવાની ચર્ચા થઈ રહી છે. RMCL ના અગ્રવાલ પરિવાર પહેલેથી જ જાગૃત હતો કે તેમની સામે કોઇ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કદાચ તેથી જ પિતા અને તેના પુત્રો બંને દમણની બહાર નીકળી ગયા છે.
પશ્ચિમ બંગાળમાં જેમ શારદા કૌભાંડે ચકચાર જગાવી હતી. તેટલું જ મોટું કૌભાંડ RMCLનું છે. રાધા માધવ કોર્પોરેશન લિમિટેડનું કૌભાંડ 20,000 કરોડનું હોવાની વાત આ કંપની દ્વારા છેતરાયેલા લોકો કરી રહ્યા છે. જો કે EDની તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય હકીકત લોકોની સામે આવશે પરંતુ હાલમાં અનિલ અગ્રવાલ અને mitesh agrawal દ્વારા છેતરપિંડીનો ભોગ બનનાર લાખો લોકોને ED પર પૂરો વિશ્વાસ છે કે આ તપાસ એજન્સી તેમની મહેનતની કમાણી પિતા અને પુત્ર પાસેથી ફરીથી પરત મે...