3800 કરોડના બંદર નિર્માણ પ્રોજેકટ બાબતે નારગોલ ગામની સામાન્ય સભામાં બંદરનો વિરોધ
વલસાડ :- વર્ષોથી વિરોધના સુરમાં ગુંચવાયેલ નારગોલ દરિયા કિનારે નિર્માણ થનાર કાર્ગો પોર્ટ ને ગુજરાત સરકારે મંજૂરી આપી હોવાની અને 3800 કરોડના ખર્ચે પોર્ટ નિર્માણ થવાની વિજય રૂપાણીની જાહેરાત બાદ 29મી જૂને વલસાડ જિલ્લાના નારગોલ ગામે યોજાયેલ ગ્રામસભામાં બંદરનો વિરોધ કરતો ઠરાવ પસાર કરતા બંદરને લઈને ઉત્સાહમાં આવેલા રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે.
વલસાડ જિલ્લાના નારગોલ બંદર ખાતે મંગળવારે સરકાર ગ્રામ પંચાયતની મળેલી સામાન્ય સભામાં બંદર સામે કેટલાક મુદ્દાઓ ઉપર ઉપસરપંચ સ્વીટી ભંડારીએ પંચાયતનું ધ્યાન દોરી બંદરનો વિરોધ દર્શાવતા પંચાયતની બોડીએ સર્વસંમતિથી બંદરનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો છે.
આપને જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષથી ઉમરગામ તાલુકામાં નારગોલ ખાતે બંદર નિર્માણ અંગે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જેનો સ્થાનિક માછીમારો અને ખેડૂતો બંદરના કારણે થનારા સંભવિત નુકશાનને ધ્યાનમ...