વાપીમાં 6 મહિનાના બાળક સાથે સુરત જતી મહિલા બુટલેગર ઝડપાઇ, ભડકમોરામાં 4 બુટલેગરો નાસી છૂટ્યા!
વાપી :- કોરોના મહામારી દરમ્યાન પણ બુટલેગરો અવનવા કિમીયા સાથે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી. વાપી ટાઉન પોલીસે દમણથી સુરત જતી મહિલા પાસેથી 22,650નો દારૂ જપ્ત કર્યો છે. જ્યારે ભડકમોરા ખાતે કારમાંથી 1,05,600નો દારૂ ઝડપ્યો હતો. જો કે કાર ચાલકો પોલીસને ચકમો આપી નાસી ગયા હતા.
ST બસમાં સુરત દારૂ લઈ જતી મહિલા ઝડપાઇ...
વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે વાપી બસ ડેપો પર 6 મહિનાના બાળક સાથે આવેલ સુરતની મહિલા પાસેથી પોલીસે 22,650 રૂપિયાનો દારૂ ઝડપ્યો હતો. ટાઉન પોલીસને બાતમી મળી હતી કે દમણના કચીગામથી એક મહિલા એક ઇસમ સાથે મોટરસાયકલ પર દારૂ લઈને આવી રહી છે. પોલીસે બાતમી આધારે GJ15-DA-6526 નંબરની મોટર સાયકલના ચાલક હર્ષદ સોલંકીને અટકાવી તેની પાછળ 6 માસના બાળક સાથે બેસેલ બીજલી નામની મહિલા પાસે રહેલ થેલો તપાસતા તેમાંથી 261 નંગ દારૂની બોટલ અને પાઉચ મળી આવ્યા હતાં.
દાર...