Friday, October 18News That Matters

Month: May 2021

વાપીમાં પોલીસની 8 આંગડીયાઓ સામે કાર્યવાહી, સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા હતા!

Gujarat
વાપી :- વાપીમાં હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો, ખાણીપીણીની દુકાનો વાળા, કરીયાણાવાળા સામે કાયદાનો દંડો ઉગામતી પોલીસે 8 એવા લોકોની સામે કાર્યવાહી કરી છે. જે જમીન પર ગ્રીન નેટ પાથરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા હતાં. પકડાયેલ તમામ વાપીની જાણીતી આંગડિયા પેઢીના કર્મચારીઓ-સંચાલકો છે.   વાપી ચાર રસ્તા પાસે આવેલ ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાની કેન્ટીનમાં ગ્રીન નેટ પાથરી ગોળ કુંડાળામાં બેસલા 8 લોકો સામે પોલીસે જાહેરનામાનો ભંગ કરી સોશ્યલ ડિસ્ટન્સનું તથા કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરતા જોવા મળતા તેમના ફોટા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ તમામના નામ..... પોલીસ પૂછપરછમાં આ તમામ લોકોના નામ મેહુલ નવીન રાવલ, અરવિંદ દશરથ પટેલ, રમેશ અંબાલાલ પટેલ, હિતેશ જયંતિ ઠાકોર, નારાયણલાલ રઘુનાથજી...

પીસલીલી બાદ રીન્યુ સ્પા માં રેઇડ, મુંબઈની યુવતી, સંચાલક, ગ્રાહક સામે કાર્યવાહી

Gujarat, National
વાપી :- ગુરુવારે વાપીમાં ચલા રોડ પર પંચરત્ન બિલ્ડીંગમાં આવેલ રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂન ખુલ્લું રાખતા વાપી ટાઉન પોલીસે સ્પા માં રેઇડ કરી હતી. જેમાં સલૂનમાં કામ કરતી મુંબઈની યુવતી, એક ગ્રાહક અને 1 સંચાલક મળી કુલ 3 લોકો સામે કલમ 188 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ પોલીસે પીસલીલી સ્પા માં રેઇડ કરી 2 ગ્રાહક, 4 યુવતી અને સ્પા ના મેનેજર સામે કાર્યવાહી કરી હતી. વાપી ટાઉન પોલીસે બુધવારે ચલામાં પીસલીલી સ્પા નામના સલૂનમાં રેઇડ કરી IPC કલમ 188 હેઠળ 19 થી 27 વર્ષની 4 યુવતી, સલૂનના મેનેજર અને 3 ગ્રાહકોની સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગુરુવારે ફરી એજ વિસ્તારમાં આવેલ પંચરત્ન બિલ્ડીંગમાં ચાલતા રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેઇડ કરી હતી રીન્યુ સ્પા સલૂનમાંથી પણ પોલીસે સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષની યુવતી, સ્પાના સંચાલક એવા આતિષ  બાલુ સેલાર અને...

વાપીમાં પીસલીલી સ્પા માં 4 યુવતી પાસે મસાજ કરાવવા આવેલા 3 ગ્રાહક, મેનેજર ઝડપાયા

Gujarat, National
વાપી :- વાપી-ચલામાં પીસલીલી મસાજ પાર્લરમાં મસાજ કરવા આવેલા 3 ગ્રાહકો, સ્પાનો મેનેજર અને સ્પા માં કામ કરતી 4 યુવતીઓને વાપી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા હતાં. કોરોનાની મહામારીમાં પણ યુવતીઓના કોમળ હાથથી મસાજની મજા માણવા વંઠેલ યુવાનો નવસારી, દમણ અને સેલવાસથી વાપીમાં ગોરખધંધા માટે નામચીન સ્પા કમ પાર્લરમાં મોજ માણવા આવી રહ્યા છે. જેને પોલીસ જેલની હવા ખવડાવી રહી છે. કોરોના મહામારીમાં પણ મસાજ પાર્લરમાં મસાજ કરવા આવેલા 3 ગ્રાહકો, સ્પાનો મેનેજર અને સ્પા માં કામ કરતી 4 યુવતીઓને વાપી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા હતાં. વાપીમાં ચલા ખાતે શોપર્સ ગેટમાં આવેલ પીસલીલી સ્પા પાર્લરમાં વાપી ટાઉન પોલીસે બુધવારે આ રેઇડ કરી હતી. સ્પા ખુલ્લું રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પીસલીલી સ્પા પાર્લરના મેનેજર, 4 યુવતીઓ અને 3 ગ્રાહકો સામે વાપી પોલીસ સ્ટેશને IPC કલમ 188 મુજબ ...
ઉમરગામના નારગોલમાં 30 વર્ષ બાદ ફરી દરિયા કિનારે મળી આવી મૃત વ્હેલ

ઉમરગામના નારગોલમાં 30 વર્ષ બાદ ફરી દરિયા કિનારે મળી આવી મૃત વ્હેલ

Gujarat, National
નારગોલ :- વર્ષ 1991માં વલસાડ જિલ્લાના નારગોલ દરિયા કિનારે એક મૃત વ્હેલ તણાઈ આવી હતી. જે મૃત વ્હેલનું હાડપિંજર આજે પણ ધરમપુરના મ્યુઝયમમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે, ફરી 30 વર્ષ બાદ નારગોલ-માલવણ બીચ પર મહાકાય વ્હેલનો અડધો મૃતદેહ કાંઠા પર તણાઈ આવતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઘણીવાર મૃત ડોલ્ફીન તણાઈ આવી ચૂકી છે. નારગોલના માલવણ બીચ નજીક મૃત વ્હેલ માછલી ઊંડા દરિયામાંથી ભરતીના પાણીમાં તણાય આવી હતી. મહાકાય મૃત વ્હેલનું અર્ધુ શરીર કિનારે આવ્યું હતું. જે ડિકમ્પોઝ હાલતમાં નારગોલના માલવણ બીચ અને માંગેલવાડ બીચ વચ્ચેના દરિયા કિનારે આવતા લોકોના ટોળે ટોળા તેને જોવા આવી રહ્યા છે.  સમગ્ર ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને સ્થાનિક લોકોએ જાણકારી આપતા વનવિભાગ ની એક ટીમ ઘટના સ્થળે આવી હતી. વનવિભાગની ટીમે મૃત વ્હેલના મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કરી વધુ ...
બલિઠામાં કચરામાં ભભૂકી આગ, ભંગારિયાઓ ઝાડના પાંદડાથી બુઝાવવા નીકળ્યા!

બલિઠામાં કચરામાં ભભૂકી આગ, ભંગારિયાઓ ઝાડના પાંદડાથી બુઝાવવા નીકળ્યા!

Gujarat, National
વાપી :- મંગળવારે બલિઠા ગામમાં ટોયોટો શૉ રૂમ પાછળ ગેરકાયદેસર ધમધમતા ભંગારના ગોડાઉનમાં એકઠો થતો નકામો કચરો બાજુના ખુલ્લા પ્લોટમાં ઠાલવ્યો હોય આ કચરામાં આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આગની ઘટના બાદ આસપાસના ભંગારીયાઓએ ભેગા મળી આગને બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતાં.  નવાઈની વાત તો એ સામે આવી હતી કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. નજીકના GEB ના વાયરો અને ટ્રાન્સફોર્મર ને નુકસાન પહોંચાડ્યું હતું. તો પણ ભંગારિયાઓ માણસો ફાયરને જાણ કરવાને બદલે ઝાડની ડાળીઓ કાપી તેના પાંદડાથી આગને બુઝાવવાનો નિરર્થક પ્રયાસ કરતા જોવા મળ્યા હતાં. જો કે આગને વધતી જોઈ અને ધુમાડાના ગોટેગોટા ઉઠતા આસપાસના ગભરાયેલા લોકોએ ફાયરને જાણ કરી દેતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી.  વાપી નજીક બલિઠા, છરવાડા, છીરી, સલવાવ, ચણોદ, ડુંગરામાં મોટાપાયે ગેરકાયદેસર ભ...
પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનાર પતિએ બંનેને થાંભલા સાથે અર્ધનગ્ન હાલતમાં બાંધીને ફટકાર્યા

પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનાર પતિએ બંનેને થાંભલા સાથે અર્ધનગ્ન હાલતમાં બાંધીને ફટકાર્યા

Gujarat
વલસાડ :- પતિની ગેરહાજરીમાં પરિણીતાએ પ્રેમીને મળવા બોલાવ્યા બાદ બંનેને એકસાથે જોઈ જનાર મહિલાના પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમીને ઘરના ઓટલે થાંભલા સાથે અર્ધનગ્ન અવસ્થામાં બાંધી ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચિવલ-દાદરી ગામની છે.  પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતી બે સંતાનની માતા અને કાકડકોપર બારી ફળિયામાં રહેતા મુકેશ વચ્ચે આંખ મળી ગઈ હતી, બંન્ને પ્રેમીપંખીડાઓ એ બાદ અવારનવાર એકબીજાને મળી રંગરેલીયા માનવતા હતાં. જે મુજબ રવિવારે મહિલાનો પતિ ઘરે નહોતો તે સમયે મહિલા અને તેનો પ્રેમી એકબીજાને મળવા માટે કપરાડા તાલુકાના બાલચોંઢી ગામ ખાતે પોહચ્યાં હતા, જે અંગેની જાણ મહિલાના પતિ મંગુભાઇને થતાં તેમણે વોચ ગોઠવી બંન્ને પ્રેમીપંખીડાઓને પ્રેમલીલા કરતાં ઝડપી લીધા હતા, પતિ મંગુભાઈ બંન્ને પ્રેમીપંખીડાઓને જોઈ ગયા બાદ તેમનો ગુસ્સો કાબુમાં રા...
ઉમરગામના નારગોલ બીચ પર બાર્જ પી-305ની લાઈફબોટ અને ક્રુમેમ્બરની બેગ મળી

ઉમરગામના નારગોલ બીચ પર બાર્જ પી-305ની લાઈફબોટ અને ક્રુમેમ્બરની બેગ મળી

Gujarat, National
વલસાડ :- તૌકતે વાવાઝોડા દરમ્યાન 50થી વધુ લોકોને ભરખી જનારા બાર્જ-પી 305નો સામાન હવે ગુજરાતના દરિયા કિનારે આવી રહ્યો છે. શનિ-રવિવારે વલસાડના તિથલ બીચ નજીક 7 ક્રુમેમ્બરોના મૃતદેહો મળી આવ્યા બાદ સોમવારે નારગોલ-માલવણ બીચ પર લાઈફસેવિંગ બોટ જેવી 2 ટેન્ક, એક બેગ કિનારે તણાઈને આવ્યાં હતાં. આ તમામ ચીજવસ્તુઓનો ઉમરગામ ટાઉન અને મરીન પોલીસે કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.   શનિ-રવિવારે તૌકતે વાવાઝોડા દરમ્યાન બાર્જ પી-305ના ગુમ ક્રુમેમ્બરોમાંથી 7ના મૃતદેહો દરિયાની ભરતીમાં તણાઈને વલસાડ તિથિલના દરિયા કિનારે આવ્યાં હતાં. જે બાદ સોમવારે આ બાર્જના ક્રુમેમ્બરોએ બચાવ માટે ઉપયોગમાં લીધેલ 2 લાઈફસેવિંગ બોટ એક મોટી કેબિન અને મેમ્બરોની ચીજવસ્તુઓ સાથેનો થેલો ઉમરગામના નારગોલ-માલવણ બીચ ખાતે ભરતીમાં તણાઈને કિનારે આવ્યો હતો. જે અંગે સ્થાનિક લોકોએ ઉમરગામ ટાઉન પોલીસ, મરિન પોલીસને જાણ કરતા પોલીસની ટીમે ઘટના સ્થળ...

વાપીમાં ACB ની ટ્રેપ! નિવૃત્તિ આડે માંડ એક વર્ષ બાકી હતું અને PSI પી. એલ. દાફડા 1 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા

Gujarat, National
વાપી :- વાપીમાં ચલા પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા PSI પી. એલ. દાફડા 1 લાખની લાંચ લેતા વલસાડ ACB ના હાથે ઝડપાઇ જતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. લાંચ પ્રકરણમાં પકડાયેલ PSI એ ફરિયાદી પાસેેેથી પહેલાં 4 લાખ રોકડા લીધા બાદ 86,700નું ઘરનું ફર્નિચર પણ લાંચમાં ખરીદાવ્યું હોવાની વિગતો ACB ને મળી છે. વલસાડ જિલ્લા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં વાપીના એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે, તે મેડીકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલ કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડીકલ દવાનો હોલસેલ ધંધો શરૂ કરવાના હતા અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયા બાદ રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાય જતાં તેમણે ફરિયાદીને વોટ્સએપ કોલ કરી ફરિયાદી પાસે રૂપિયા દસ લાખની માંગણી કરતા ફરિયાદીએ આપવાની ના પાડી હતી.  જેથી કર્મચારીના મિત્રએ ફરિયાદીની મેડીકલ એજન્સીના નામે ખોટાં લેટર પેડ બનાવી ખોટી સહીઓ કરી રૂપિયા ...
વાપી GIDCમાં આવેલ હેમા ડાઈ કેમ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી

વાપી GIDCમાં આવેલ હેમા ડાઈ કેમ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી

Gujarat
વાપી :- 2 એક વર્ષમાં એકાદવાર આગની ચપેટમાં આવતી વાપી GIDC ના 2nd ફેઇઝમાં આવેલ હેમા ડાઈ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે ફરી ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ડાયકેમ બનાવતી કંપનીમાં રવિવારે સાંજે શોર્ટ સરકીટ અથવા અન્ય કોઇ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીના સમયમાં જ સમગ્ર કંપનીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. જેને બુઝાવવા 7 થી વધુ ફાયર ફાઈટરોએ 2 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. વાપી ના 2nd ફેઇઝમાં આવેલી હેમા ડાઈ કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે સાંજે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. નોટિફાઇડ ફાયર વિભાગના જણાવ્યા મુજબ કંપનીમાં રહેલા રો-મટિરિયલ્સમાં આ આગ લાગી હતી. જેણે ગણતરીની મિનિટોમાં જ કંપનીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આગથી કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ કેમીકલ કંપનીમાં આગ લાગતા નજીકની કંપનીઓમાં કામ કરતા કામદારો માં ભાગદોડ મચી હતી. આગ ને બુઝાવવા મા...
Via કોવિડ સેન્ટરને NGO એ આપ્યું Bi-PAP મશીન, સેન્ટરમાં હાલ માત્ર 3 જ દર્દીઓ સારવાર હેઠળ

Via કોવિડ સેન્ટરને NGO એ આપ્યું Bi-PAP મશીન, સેન્ટરમાં હાલ માત્ર 3 જ દર્દીઓ સારવાર હેઠળ

Gujarat
વાપી :- વાપીમાં VIA સંચાલિત કોવિડ કેરમાં કોરોનાના દર્દીઓને સારવારમાં ઉપયોગી થાય એ માટે વાપીના THE ELITES નામની NGO દ્વારા VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને VIA ESIC COVID CARE CENTER ના નોડલ ઓફિસર ડૉ.એચ.પી.સિંઘને VIA ESIC COVID CARE CENTER માટે એક Bi PAP મશીન ડોનેટ કરવામાં આવ્યું,    વાપીમાં આવેલ ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. VIA ESIC COVID CARE CENTER માં ઘણા બધા દર્દીઓનો સફળતા પૂર્વક ઈલાજ કરી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારે ફક્ત 3 જ દર્દીઓ VIA ESIC COVID CARE CENTER માં દાખલ છે, જેને પણ હાલમાં ઓક્સિજન સપોર્ટની જરૂર નથી પડતી. તેમ છતાં હાલની પરિસ્થિતિ અને આવનાર દિવસની કામગીરીની ચર્ચા કરવા માટે એક રીવ્યુ મિટિંગ નું આયોજન VIA હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં VIA ના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ VIA ESIC COVID CARE CENTER ઉ...