ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદથી 20 ગ્રામ પંચાયતના મુખ્ય માર્ગોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તો, આ ગ્રામ્ય માર્ગો પરના કોઝવે પર પાણી ફરી વળતા જ્યાં સુધી વરસાદ બંધ ના થાય અને કોઝવે પરના પાણી ઉતરે નહિ ત્યાં સુધી વહીવટી તંત્ર એ વૈકલ્પિક રસ્તાઓની યાદી બહાર પાડી તે રસ્તાઓ આવાગમન માટે ઉપયોગમાં લેવા અનુરોધ કર્યો છે.
વલસાડ જિલ્લાના 20 પંચાયતોના રોડ ભારે વરસાદમાં બંધ કરવાની ફરજ પડી છે. જેમાં કપરાડા તાલુકાના મોટાભાગના ગામોને જોડતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં છે. તે તમામ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. જેમાં અરણાઈ કુંડા ધામણી રોડ, કેતકી કાસ્ટોનિયા રોડ, ગિરનારા નીલુંગી રોડ, વારોલી જંગલ હેદલબારી દહીખેડ કરચોન્ડ રોડ, પીપરોણી નિશાળ ફળિયા થી બરમબેડા રોડ, ધાણવેરી અસલકાટી સુલીયા રોડ, ટૂકવાડા મુખ્ય રસ્તાથી ધારણમાળ ગામ ને જોડતો રોડ, તેરી ચીખલી પાટીલ ફળિયા રોડ, દહીંખેડ કરચોંઢ બુરવડ રોડ, ફૂલવાડી એપ્રોચ રોડ, સિદુંમ્બર ભરાડી ફળીયા રોડ, વાસદા જંગલ મૂળગામ એપ્રોચ રોડ, બામટી શિશવાડા રોડ, ધરમપુર આસુરા શેરીમાળ રોડ, ભાનવળ એપ્રોચ રોડ, દહીખેડ બુરવડ રોડ
ઉમરગામ-પારડી-વલસાડના આ રોડને પણ અસર……
જ્યારે પારડી તાલુકાના રોહિણા બરઈ સાદડવેરી સુખાલા રોડ ધગડમાળ અરનાલા પાટી રોડ ઉમરગામ તાલુકાના મોહન ગામ દમણ રોડથી પાલીધુયા રોડ, વલસાડમાં શંકર તળાવ જોઈન લીલા છરવાડા રોડ સહિતના વિવિધ ગ્રામ્ય માર્ગોના કોઝવે વરસાદી પાણીના કારણે ઓવર ટોપિંગ થતા બંધ કરવામાં આવ્યા છે. જેને કારણે કુંડા, કેતકી, ગિરનાળા, વારોલી જંગલ, ફતેપુર, ધાણવેરી, ટૂકવાડા, તેરી ચીખલી, પાટીલ ફળિયા, દહીખેડ, ફૂલવાડી, વારોલી જંગલ, બામટી, શેરીમાળ, ભાનવડ, દહીખેડ, સાદરવેરી, અરનાલા પાટી, મોહનગામ, પાલીધુયા સહિતના ગામોના લોકો રસ્તો બંધ થવાથી અસરગ્રસ્ત થયા છે.
આ વૈકલ્પિક રસ્તાઓ ઉપયોગમાં લેવા વહીવટી તંત્રની અપીલ……..
જેઓની વૈકલ્પિક વ્યવસ્થા માટે પાનસ નળી મધની અરણાઈ રોડ, ખાતુનિયા નિશાળ ફળિયા રોડ, ગિરનારા દહીંખેડ ખાતુનિયા હેદલબારી રોડ, ધાણવેરી એપ્રોચ રોડ, વારોલી જંગલ, દહીખેડ, ખાતુનિયા, હૈદલબારી રોડ, ધરમપુર માકડબન ધામણી રોડ, વીરવડ મરઘમાલ રોડ, કરજવેરી કાંગવી લહેરી રોડ, વાંજલટ ભાનવડ રોડ, દહીખેડ પટેલ ફળિયા રોડ, બરઈ અંબાચ પાથર પૂજા રોડ, પાટી સુખાલા રોડ, પુનાટ એકલેરા તથા દમણ થઈ જતો રોડ, ડુંગરી તથા ઉમરસાડી થઈને જતો રોડ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગમાં લેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે.
4 થી 10 કલાકમાં વરસાદ બાદ પાણી ઉતરે તો અવરજવર કરી શકાશે……..
તો આ તમામ રોડ અંગે વહીવટી તંત્રએ જણાવ્યું છે કે, કપરાડા તાલુકામાં ગામોને જોડતા કોઝવે ઓવરટોપિન્ગ થવાને કારણે ગામોના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તે વરસાદ બંધ થાય તે બાદ 8 થી 10 કલાક માં ખુલવાની શક્યતા છે. જ્યારે ઉમરગામ તરફના અને પારડી વલસાડ તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ ચાર થી આઠ કલાકની અંદર વરસાદ બંધ થયા બાદ પાણી ઉતરવાથી લોકોને અવરજવર માટે ઉપયોગી બનશે.