Friday, January 31News That Matters

વાપીમાં વધુ 2 હતભાગીઓના મોત, વાલી વારસોની જાણકારી આપવા અપીલ

વાપી પાલિકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલ પાછળના ભાગેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા તેના PM માટે ચલા ખાતે લઈ જવાયો છે. તો બુધવારે એક ખાણમાં માટીમાં દબાઈ જવાથી રાજસ્થાની યુવકનું પણ મૃત્યુ થયું છે.


ઘટના અંગે બળતી વિગતો મુજબ બિનવારસી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે તેમજ તે બાદ અજાણ્યા મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ મુજબ અગ્નિસંસ્કાર કે દફનવિધિની સેવા આપતા જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી ના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું. કે તેઓને જાણકારી મળી હતી કે, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ એક 35 વર્ષીય યુવકનો મૃતદેહ પડ્યો છે.


જાણકારી મળતા ઇન્તેખાબ ખાન તેમની ટીમના સભ્યો અને સંસ્થાની એમ્બ્યુલન્સ લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં મૃત હાલતમાં પડેલ યુવકના મૃતદેહને ઉંચકી ચાલ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લાવ્યા હતાં. પ્રાથમિક મળેલી વિગતો મુજબ મૃતક યુવક વાપી નજીકના ઉદવાડા નો રહેવાસી હતો. છેલ્લા ઘણા સમયથી તે વાપીમાં ઝંડા ચોક ખાતે કાર જેવા વાહનોની સાફસફાઈ કરી ગુજરાન ચલાવતો હતો. અને રાત્રી દરમ્યાન ક્રિષ્ના હોસ્પિટલના પાછળના ભાગે આવી સુઈ જતો હતો. જ્યાં અગમ્ય કારણોસર મોતને ભેટ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, બુધવારે બલિઠા ખાતે 2 અલગ અલગ અકસ્માતમાં 2 સગા ભાઈ સહિત એક મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તો, બચુ ભૈયાની ખાણમાં પણ માટીમાં દબાઈ જવાથી એક રાજસ્થાની યુવકનું મોત થયું હતું. આજના અજાણ્યા મૃતદેહ સાથે ખાણમાં માટીમાં દબાઈ જવાથી મોતને ભેટેલા યુવકનું પણ સરકારી હોસ્પિટલના PM રૂમમાં PM કરી મૃતદેહને રાજસ્થાન મોકલવા તજવીજ હાથ ધરી હતી. ઘટનામાં પોલીસે પણ બનતી કાર્યવાહી કરી હતી. તો, અજાણ્યા મૃતદેહના વાલી વારસની જાણકરી આપવા અપીલ કરી હતી. 3 દિવસમાં અજાણ્યા મૃતદેહને કોઈ વાલી નહિ મળે તો, તેની ધાર્મિક વિધિ મુજબ ઇન્તેખાબ ખાન દ્વારા તેના અગ્નિસંસ્કાર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *