Thursday, December 26News That Matters

વલસાડના અતુલમાં યુવકની બર્થ ડે પાર્ટીમાં PSI, 3 કોન્સ્ટેબલ સહિત 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, 26 લાખનો મુદ્દામાલ પણ જપ્ત

રાજ્યમાં દેશી દારૂને લઈને લઠ્ઠા કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. વલસાડ પોલીસ પણ દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના અતુલ વિસ્તારમાં નાનાપોઢા પોલીસ મથકના PSI અને 3 કોસ્ટબલ સહિત 19 ઈસમો તેના મિત્રના બંગલામાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. વલસાડના જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાની સૂચના આધારે કરેલી આ રેઇડમાં દારૂ, કાર, બાઇક, મોબાઈલ મળી 26 લાખનો તો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વલસાડ જિલ્લા SP ડો.રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વલસાડના અતુલ ખાતે આવેલા એક બાંગ્લામાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ SP ડો.રાજદીપસિંહ ઝાલા, LCB અને અન્ય પોલીસ જવાનો સાથે હાઉસ રેડ કરીને ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે રહેતા સન્ની બાવીસ્કરના જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી.
PSI અને કોન્સ્ટેબલ મિત્ર ના જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતાં ઝડપાતા………
રાજ્યમાં લઠ્ઠા કાંડને લઈને પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસનો જ PSI અને કોન્સ્ટેબલ મિત્ર ના જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતાં ઝડપાતા જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.
વલસાડ SPએ ચેક કરતા નાનાપોઢાના PSI અને 3 કોસ્ટબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. વલસાડ SPએ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *