સૂત્ર અનુસાર ઉમરગામ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી લમ્પી વાયરસ માથું ઉંચકતા ઘણી ગયો ચેપ ગ્રસ્ત બની હતી.ભીલાડ સરીગામના ગૌસેવક કમલેશ પંડિત સહિતની ટીમના સભ્યો આકાશ જોવે, જયેશભાઈ, કિશોરભાઈ, અર્પણ જાદવ, કિન્નચીત, ઓમ જતીન નરેન્દ્ર મયુર વિશાલ તથા ચંદન ભાઈ દ્વારા ચેપ ગ્રસ્ત ગાયોને પશુ એમ્બ્યુલન્સ દ્વારા લાવી હાલમાં જ સ્થપાયેલા જીઆઇડીસી માં પશુ સારવાર કેન્દ્રમાં લાવી તેમની સારવાર કરવાનું ની સેવા નો આરંભ કરવામાં આવ્યો હતો
આ અનુસંધાને પશુ ડોક્ટર હસમુખભાઈ ચૌધરી, જીતુભાઈ તથા જયેશભાઇ દ્વારા લંબી વાયરસ ગ્રસ્ત ગાયોને બચાવવા જરૂરી તબિબ સેવા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યાં પછી ઉમરગામ ના ઉપરોક્ત ડોક્ટર સહિત ગૌ સેવા સમિતિના સભ્યો દ્વારા કરજગામ, સરીગામ જીઆઈડીસી,ત્રણ રસ્તા, સરીગામ તથા ભીલાડ વિસ્તારની અંદાજિત 150થી વધુ પશુઓને લંપી વિરોધી રસીનું રસીકરણ કરી તેમને જીવનદાન આપવાનું સુંદર કાર્ય કરવામાં આવ્યો છે.
ત્યારે ઉમરગામ પંથકમાં હાલે પણ પશુપાલકો દ્વારા તરછોડાયેલી મોટી સંખ્યામાં ગાયોને પણ ચેપગ્રસ્ત હોવાની આશંકા જતાવી વધુથી વધુ રસીકરણ થાય એવા પ્રયાસો હાથ ધરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરોક્ત કામગીરીમાં છેલ્લા બે દિવસમાં સારવાર કેન્દ્રમાં સારવાર લેતી 2 ગયોના મોત થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.