પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા દર વર્ષે ઉલ્હાસ અંતર્ગત આંતર શાળા હરીફાઈઓ યોજાઈ છે. જેમાં આ વર્ષે કુલ 12 હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુલ 375 વિદ્યાર્થીઓ વાપીથી વાંસદા સુધીની શાળામાંથી આ હરીફાઈઓમાં ભાગ લીધો હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટિશન, હેર સ્ટાઇલ, રંગોળી, પોસ્ટર મેકિંગ, બોટલ ડેકોરેશન, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, લુડો, ટેનિસ ક્રિકેટ, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને સિંગિંગ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દર વર્ષની જેમ બેસ્ટ શાળા ના એવોર્ડ માટે સ્પર્ધા યોજાઈ હતી જેમાં સૌથી વધુ વિજેતા ટ્રોફી સાથે કલ્યાણી શાળા અતુલ બેસ્ટ સ્કૂલ ની વિજેતા બની હતી. બીજા નંબર પર BRJP પારડીવાલા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, પારડી અને ત્રીજા ક્રમે ભગિની સમાજ સ્કૂલ ઉદવાડા રહી હતી. કુલ 50 થી વધુ ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને દરેક સ્પર્ધકોને રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન કોલેજ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સફળ આયોજન બદલ સોસાયટીના ચેરમેન હેમંત દેસાઈ અને કોલેજ ના કેમ્પસ ડાયરેકટર દીપેશ શાહ દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હતા.