Monday, February 24News That Matters

ભિલાડમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળાએ ગંભીર ઇજાનો ભોગ બનેલા દર્દી માટે 108 બની જીવનદાતા

ભિલાડમાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળાએ ગંભીર ઇજાનો ભોગ બનેલા દર્દી માટે 108ની ટીમ જીવનદાતા બની છે. 108 ની ટીમને મળેલા કોલ મુજબ ભીલાડ અને વાપી વચ્ચે ના રેલવે ટ્રેક 4 પર એક માણસ ગંભીર હાલત માં ઇજા ગ્રસ્ત થયેલો હતો. કોલ મળતાની સાથે ભીલાડ 108 ના Emt હેતલ પટેલ અને પાઇલોટ પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે જવા રવાના થયા હતા.

ભીલાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર રેલ્વે ટ્રેક 4 પર અનુપભાઈ જમનાલાલ વિશ્વકર્મા (રહેવાસી સુરત સચિન પાલીગામ) રેલવે ટ્રેક ક્રોસ કરી રહયો હતો. તે દરમિયાન ટ્રેક પર ટ્રેન આવી જતા જમણાં પગ માં ગંભીર ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક 108 ની ટીમે ઘટના સ્થળ પર પ્રાથમિક સારવાર આપી, બાદ Emt હેતલ પટેલે 108 ની હેડ ઓફિસ માં ડોક્ટર હિરેન સર સાથે કોન્ફ્રન્સ કરી તેમના માર્ગદર્શન હેઠળ પેશન્ટ ને જરૂરી સારવાર આપી ને નજીક ની ભિલાડ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા.

પેશન્ટ ના જમણાં પગ માં ક્રશ ઇન્જરી હોવાથી વધુ સારવાર માટે જિલ્લા ની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે. હાલ પેશન્ટની હાલત માં સુધરો જોવા મળ્યો હોવાનું હોસ્પિટલ તરફથી જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, 108 ની ટીમે ઇમર્જન્સી સિચ્યુએશન ને હેન્ડલ કરી ઘાયલને બચાવી લેવામાં સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *