ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળાનું CBSE ધોરણ 10નું 100% પરિણામ આવ્યું છે. સાથે જ CBSE ધોરણ 12 સાયન્સ-કોમર્સના વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે.
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળાના CBSE ધોરણ 10નું 22 જુલાઈ 2022ના રોજ 100% પરિણામ આવ્યું છે. તેમાં મેલિશા સહા 97.2%, માધવી કનોડિયા 96.8, મિહિર કાપસે 96%,રામ મિશ્રા 95.7, રાજલ ખેર અને જસ્મીત ગુપ્તા એ 93.5% મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે.
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળાના CBSE ધોરણ 10ના પરિણામમાં 21 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, 31 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. એજ રીતે ધોરણ 12 સાયન્સમાં 94.2 ટકા અને કોમર્સમાં 91.3 ટકા પરિણામ આવ્યું છે.
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળાના CBSE ધોરણ 12- સાયન્સમાં રિધમ પટેલે 96% અને નિકુંજ વાઘેલાએ 95% મેળવ્યા મેળવેલ છે. ધોરણ 12 કોમર્સમાં નંદિની ભદ્રાએ 91% અને મેહુલ ચૌધરીએ 90% મેળવ્યા છે. આ પરિણામ બદલ આચાર્યએ બાળકો અને તેમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ બાળકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે “વ્હાલા વિદ્યાર્થી મિત્રો દરેક સફળતામાં એક નવી સફળતાની ક્ષિતિજ છુપાયેલી હોય છે અને દરેક નિરાશામાં એક નવી આશા છુપાયેલી હોય છે, શાળાનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓ ને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં.