Saturday, December 21News That Matters

દમણના કચીગામની વાડીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો, હત્યા થઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી

સંઘપ્રદેશ દમણના કચીગામની એક વાડીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃત દેહ મળી આવ્યો હતો. વૃદ્ધ મૃતકના મોઢા પર ગંભીર ઇજાના નિશાન પણ હતા. મૃતકની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતા જ આસપાસના વિસ્તારના લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા દમણ પોલીસ સ્થળ ઉપર પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી

 

બનાવની વિગત મુજબ દમણના કચીગામ વિસ્તારમાં એક વાડીમાંથી નજીકથી પસાર થતી ગટરમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જોતા મૃતકના મોઢા અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા ના નિશાન પણ જોવા મળ્યા હતા. બોથડ પદાર્થનો મોઢાના ભાગે ઘા કરી મૃતકની હત્યા નિપજાવી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

પોલીસે મૃતકના મોતનું સાચું કારણ જાણવા અને હત્યારાઓને શોધવા તપાસ હાથ ધરી હતી. પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી બનાવના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સંઘપ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં બનેલી આ ઘટના ને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતકની ઓળખ સહિત હત્યારા ને દબોચી લેવાની કામગીરી હાથ ધરી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *