ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે. ત્યારે હવે સતત બીજા દિવસે પણ રાજ્યમાં પાંચ હજારથી વધારે નવા કેસ આવ્યા છે. આજે પણ ગુજરાતમાં નવા 5469 કેસ નોંધાયા છે. જ્યારે આ વાયરસથી આજે 54 લોકોના મોત પણ થયા છે.
ગુજરાતમાં કોરોના કેસનો આંકડો પ્રતિદિવસ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 5469 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 54 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 19, સુરતમાં 18, વડોદરામાં 7 દર્દીના મોત થઇ ગયા છે. તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 4800 દર્દીના મોત થઇ ચૂક્યા છે. તો હાલમાં 203 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 27 હજાર 568 થઇ ગઇ છે. તો છેલ્લા 24 કલાકમાં 2976 દર્દીઓ સાજા થયા છે. તો આજદિન સુધીમાં કુલ 3 લાખ 15 હજાર 127 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા
ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો, કુલ 27568 કેસ છે. જેમાંથી 203 વેન્ટીલેટર પણ છે, જ્યારે 23365 સ્ટેબલ કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 315127 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આ વાયરસથી અત્યાર સુધીમાં કુલ 4800 લોકોના મોત થયા છે.
દેશમાં કોરોનાના કુલ કેસમાંથી 70.82 ટકા એક્ટિવ કેસ 5 રાજ્યોમાં છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તિસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના મહામારીના પ્રારંભ બાદથી પ્રથમવાર દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 11 લાખને પાર પહોંચી છે. જે દેશના સંક્રમણના કુલ કેસના 8.29 ટકા છે. 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 61 હજાર 456નો વધારો થયો છે. માત્ર મહારાષ્ટ્રમાં 48.57 ટકા એક્ટિવ કેસ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,’10 રાજ્યોમાં કોરોના કેસમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તિસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સામેલ છે. 24 કલાકમાં આ રાજ્યોમાંથી નવા 80.92 ટકા કેસ નોંધાયા છે. દેશમાં ગત 24 કલાકમાં 1 લાખ 52 હજાર 879 કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં સૌથી વધુ છે.’