વલસાડ જીલ્લાના બીનવાડ ગામમાં રહેતી સવિતાબેન જયેશભાઈ નાયકા ઉંમર વર્ષ 33 ને 08/09/2024 ના રોજ રાત્રીના સમયે પ્રસૂતિ નો દુઃખાવો ચાલુ થયો હતો. તેમણે હોસ્પીટલ લઈ જવા માટે 108 ને કોલ કર્યો હતો. રોણવેલ 108 ની ટીમે બીનવાડ ગામ માં જઈને મહિલાને 108 એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા.
આ દરમ્યાન સવિતાબેન ને અસહ્યઃ પ્રસવ પીડા ચાલુ થઈ હતી. એટલે 108 એમ્બ્યુલન્સમાં જ ડિલેવરી કરાવાની ફરજ પડી હતી. 108 ને રોડ ની સાઈડમાં ઊભી રાખી ને ઈ.એમ.ટી જોરાભાઈ સોલંકી અને પાયલોટ જયેશભાઈ પટેલ દ્વારા ડિલેવરી કરાવતા હતા. ત્યારે, બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલ હતી. જેને ઈ.એમ.ટી જોરાભાઈ સોલંકીએ સાવચેતી પૂર્વક દૂર કરી ડિલેવરી કરાવી હતી.આ દરમ્યાન બાળકના મોંઢા માં ફ્લુઈડ ભરાયેલ જોઈ સક્શન મશીન દ્વારા ફ્લૂઈડ કાઢી ને અમદાવાદ હેડ ઓફીસ પર હાજર ડોક્ટર મિહિરની સલાહ મુજબ જરૂરી ઈન્જેકશન આપી બાળક તથા માતાનો જીવ બચાવ્યો હતો સવિતાબેનના પરિવારે 108 ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો