Tuesday, December 10News That Matters

Tag: Vapi Valsad News Why did the enthusiastic MP from Valsad-Dang ask for information about the Prime Minister’s dream project

વલસાડ-ડાંગના ઉત્સાહી સાંસદે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટની માહિતી કેમ માંગી?

વલસાડ-ડાંગના ઉત્સાહી સાંસદે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટની માહિતી કેમ માંગી?

Gujarat, National
જે તમને રાજનીતિમાં ઉંચા હોદ્દા પર બેસાડે એ ગુરુ કહેવાય અને ગુરુની કામગીરી પર સંશય કરવો એ શિષ્ય ને ક્યારેય શોભે નહિ. પરંતુ જે વડાપ્રધાનની આંગળી પકડી વલસાડ ડાંગ ના સાંસદ બન્યા છે. એવા અતિ ઉત્સાહી ધવલ પટેલે સંસદ માં વડાપ્રધાન મોદી સાહેબના જ ડ્રિમ પ્રોજેકટ અંગે સવાલ કરી જવાબ માંગ્યો છે.  વલસાડ-ડાંગ લોકસભાના ઉત્સાહી સાંસદ અને હાલ માં જ દંડક ની જવાબદારી મેળવેલ ધવલભાઈ પટેલે સંસદમાં મોદી સાહેબના ડ્રિમ પ્રોજેકટ મનાતા બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે માહિતી માંગી હતી.લોકસભાના દંડક અને વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સંસદ માં તેમના અતિ ઉત્સાહભર્યા પ્રથમ વક્તવ્યમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. જે બાદ તેમણે લોકસભા સત્ર દરમ્યાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીના માધ્યમથી કેન્દ...