
વલસાડ SOG એ 2 નંગ ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી
વાપીના ડુંગરા વિસ્તારમાંથી વલસાડ SOG ની ટીમે 2 પિસ્તોલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 50 હજારની કિંમતની 2 પિસ્તોલ સાથે પકડાયેલ વ્યક્તિનું નામ રામકુમાર રામ સ્નેહી પાલ છે. જે વાપી નજીકના ડુંગરા ગામમાં સાગર સેતુ, સાગર પાર્ક માં રહેતો હતો. અને મૂળ ઢીકવાહા ગામ, થાના.તા.શ્રીનગર, જી.મહોબા, યુ.પી.નો રહીશ છે.વલસાડ SOG એ બાતમી હકીકત આધારે ડુંગરા ગામના સાગર સેતુ, સાગર પાર્ક ફલેટ નં.3 માં રેઇડ કરી હતી. રેઇડમાં મૂળ ગામ. ઢીકવાહા, થાના. તા.શ્રીનગર, જી. મહોબા, યુ.પી. રામકુમાર રામ સ્નેહી પાલને ઝડપી તલાશી લીધી હતી. જેના કબ્જામાંથી 50 હજારની કિંમતની 2 નંગ પિસ્તોલ મળી આવી હતી. SOG એ ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખી ગુન્હો કરવા મામલે રામકુમાર પાલ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS), સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કર...