Thursday, December 5News That Matters

Tag: Vapi news 3 thieves attacked Sarpanch’s house in Karwad village stole 30 thousand worth of goods including silver idol

કરવડ ગામે સરપંચના ઘરે જ ત્રાટકયા 3 ચોર, ચાંદીની મૂર્તિ સહિત 30 હજાર ની ચીજવસ્તુઓ ચોરી ગયા

કરવડ ગામે સરપંચના ઘરે જ ત્રાટકયા 3 ચોર, ચાંદીની મૂર્તિ સહિત 30 હજાર ની ચીજવસ્તુઓ ચોરી ગયા

Gujarat, National
વાપી નજીક આવેલ કરવડ ગામે ગામના સરપંચના ઘરે ચોરીની ઘટના બનતા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલ અને તેનો પરિવાર ગત રાત્રીએ જમી પરવારી ઘરના ઉપરના માળે આવેલ બેડરૂમ માં સુઈ ગયા હતાં. ત્યારે, 3 જેટલા ચોર છરો, લાકડા નો ધોકો લઈ પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ્યા હતાં. રાત્રે ત્રણેક વાગ્યા બાદ ઘરમાં નીચેના માળે આવેલ બેડરૂમ માં ઘુસેલા ચોરોએ ઘરની ચીજવસ્તુઓ ફંફોસી હતી. જેમાં પૂજા ઘરમાં રાખેલ લક્ષ્મીજીની, ગણેશની ચાંદીની મૂર્તિ, પાટલો, ચાંદીનો દીવો ચોરી કરી નાસી ગયા હતાં. ઘટના અંગે જ્યારે સરપંચને જાણ થઈ તો તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કુલ ત્રીસ હજાર રૂપિયાની કિંમતની ચાંદીની ચીજવસ્તુઓ 3 જેટલા ચોર ચોરી ગયા હોવાનું જણાવ્યું છે. ઘરમાં લગાવેલ CCTV ફૂટેજ ચેક કરતા ત્રણેય ઈસમો પૈકી એક ચોરે મોઢે બુકાની બાંધી હતી. અન્ય ચોરે ચહેરો...