
વાપી નજીક લવાછાના રામેશ્વર મહાદેવ મંદિરે 11000 દીપ પ્રજ્વલિત કરી દેવ દિવાળીની ઉજવણી
વાપી :- કાર્તિક પૂર્ણિમા એટલે દેવોની દીપાવલી આ દિવસે ભગવાન નારાયણે મત્સ્ય અવતાર ધારણ કરેલો, તો આજના દિવસે ભગવાન ભોળાનાથે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરેલો. જેની ખુશીમાં દેવો ધરતી પર આવી દીપાવલી પર્વ મનાવે છે તેવી માન્યતા છે.
જેને ધ્યાને રાખી વાપીના સમસ્ત હિન્દૂ સંગઠન (અખંડ ભારત) દ્વારા હરિયાણા જુના અખાડાના સ્વામી સંગમગીરી મહારાજ અને ભોપાલ જુના અખાડાના શિવાની નંદગીરીની ઉપસ્થિતિમાં 11000 દીપ પ્રગટાવી દેવ દીપાવલી પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી. લવાછા રામેશ્વર મહાદેવ મંદિરે આયોજિત આ ઉત્સવમાં શ્રધ્ધાળુઓએ મહાદેવને જળાભિષેક કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
વર્ષના અંતિમ દિવસ એવા આસો સુદ અમાસના સમસ્ત હિન્દુ પરિવાર દિવાળી પર્વની ઉજવણી કરે છે. એ જ રીતે કારતક પૂનમે દેવ દિવાળી ઉજવે છે. કહેવાય છે કે દેવ દિવાળીએ સમસ્ત દેવતાઓ પૃથ્વી પર આવી આ પર્વની ઉજવણી કરે છે. જેના આશીર્વાદ પ્રાપ્ત કરવા ...