ઉમરગામ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આગ લાગતા દોડધામ
ઉમરગામ GIDCના દેહરી રોડ ઉપર જે. કે. લાઈફ સ્ટાઈલ નામની કંપનીમાં અગમ્ય કારણોસર ભયકંર આગ ભભૂકી ઉઠી હતી. આગ ની ઘટનાથી કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, તમામ કામદારો કંપની બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી.
ઘટના અંગે શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોએ આપેલી વિગતો મુજબ આગની જાણ થતાં તમામ કારીગરોને સુરક્ષિત રીતે કંપનીની બહાર નીકળી જવા સૂચના આપી હતી. તાત્કાલિક ઉમરગામ ફાયર ફાઈટર અને ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
ઉમરગામ ફાયરની ટીમે સરીગામ સહિતની ફાયરની ટીમની મદદ લઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. નેઇલ-પોલીસનું મટીરીયલ બનાવતી કંપની હોવાથી આગે જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાની ગંભીરતા જોઈને ઉમરગામ ફાયરની ટીમની સાથે સરીગામ સહિતની 3 ફાયરની ટ...