વાપીમાં પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, દીવાલ પર Hand-Printing સાથે પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી!
વાપી-સેલવાસમાં 30 વર્ષથી લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર કરતા પ્રમુખ ગ્રૂપ દ્વારા વાપીમાં ચલા ખાતે આવેલ પ્રમુખ હાઉસની નજીક પ્રમુખ સ્વામી માર્ગ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપના અગ્રણીઓ અને કર્મચારીઓએ શાળાના બાળકો સાથે દીવાલ પર હાથથી પ્રિન્ટિંગ કરીને પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ હાઉસની નજીકના પ્રમુખ સ્વામી માર્ગ પર પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ ગ્રુપના જગદીશ ભાટુ, રામ કંડોરિયા સહિત તેમના પરિવારના બાળકો, કર્મચારીઓએ શાળાના બાળકો સાથે આ ઉજવણી કરી હતી. પર્યાવરણ જાગૃતિના સંદેશ માટે તમામે હાથમાં પ્રાકૃતિક કલર લઈ દીવાલ પર તેની છાપ પાડી સહી કરી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે પ્રમુખ ગ્રુપના જગમાલ ભાટુની દીકરી અમી ભાટુએ જણાવ્યું હતું કે, તે તમામેં વિશ્વ...