Thursday, December 5News That Matters

Tag: Bilimora

દમણથી સેલવાસ જતી બસમાં 11મહિલા 6 પુરુષો પાસેથી મળ્યો 35 પોટલા દારૂ

દમણથી સેલવાસ જતી બસમાં 11મહિલા 6 પુરુષો પાસેથી મળ્યો 35 પોટલા દારૂ

Breaking News, Gujarat, National
રિપોર્ટ - જાવીદ ખાં વાપી :- વાપી ટાઉન પોલીસે ગોલ્ડ કોઈન સર્કલ નજીકથી દમણ પ્રશાસનની ઇલેક્ટ્રિક ST બસની તલાશી લેતા 11 મહિલા અને 6 પુરૂષો પાસેથી 1,53,050 રૂપિયાનો 35 પોટલા દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ બુટલેગરો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુસાફરોના સ્વાંગમાં બેસેલા તમામ બુટલેગરો સુરત, નવસારી અને વલસાડના હોવાનું સામે આવ્યું છે. દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. તેમાં આવા બુટલેગરો ખાનગી વાહનો ઉપરાંત સરકારી વાહનોનો પણ ઉપયોગ દારૂ ની હેરાફેરીમાં કરી લેતા હોય છે. વાપીથી ST બસ અને ટ્રેઇન મારફતે મોટી માત્રામાં ગુજરાતના સુરત, નવસારીમાં દારૂની હેરાફેરી થાય છે. જેમાં હવે દમણ પ્રશાસને દમણથી સેલવાસ વાયા વાપી શરૂ કરેલ આધુનિક ઇલેક્ટ્રિક એરકન્ડિશન્ડ ST બસનો ઉપયોગ પણ દારૂની હેરાફેરી માટે થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  ...