Thursday, December 5News That Matters

Tag: Another case of love jihad in Gujarat took place in Vapi arrest of a married heretic youth

ગુજરાતમાં લવ જેહાદનો બીજો કિસ્સો વાપીમાં બન્યો, પરિણીત વિધર્મી યુવકની ધરપકડ

ગુજરાતમાં લવ જેહાદનો બીજો કિસ્સો વાપીમાં બન્યો, પરિણીત વિધર્મી યુવકની ધરપકડ

Gujarat, National
ગુજરાત સરકારે હાલમાં જ 15 મી જૂને ( લવ જેહાદ ) ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 નો નવો સુધારેલો કાયદો અમલમાં મુક્યો છે. જે અંતર્ગત વડોદરામાં પ્રથમ કેસ નોંધાયા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં બીજો કેસ નોંધાયો છે. જેમાં એક પરિણીત મુસ્લિમ યુવકે પડોશમાં રહેતી હિન્દુ યુવતીને બહેલાવી ફોસલાવી તેમના ભાઈને મારી નાખવાની ધમકી આપી લગ્ન કરવા મજબુર કરી ઇન્દોર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતાં.  વાપીમાં ગુજરાતના બીજા અને દક્ષિણ ગુજરાતના આ પ્રથમ લવ જીહાદના કેસ અંગે વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે ગત 10 મી જૂને ભોગ બનનાર પીડિતાની માતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની 19 વર્ષની દીકરીને પડોશમાં રહેતો વિધર્મી યુવક ભગાડીને લઈ ગયો છે. આ ફરિયાદની ગંભીરતા જોયા બાદ વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી યુવક યુવતીને મધ્યપ્રદેશના ઈન્દોર ની એક ચાલમાંથી ઝડપી લઈ વ...