
વાપીમાં વધુ 2 હતભાગીઓના મોત, વાલી વારસોની જાણકારી આપવા અપીલ
વાપી પાલિકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલ પાછળના ભાગેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા તેના PM માટે ચલા ખાતે લઈ જવાયો છે. તો બુધવારે એક ખાણમાં માટીમાં દબાઈ જવાથી રાજસ્થાની યુવકનું પણ મૃત્યુ થયું છે.
ઘટના અંગે બળતી વિગતો મુજબ બિનવારસી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે તેમજ તે બાદ અજાણ્યા મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ મુજબ અગ્નિસંસ્કાર કે દફનવિધિની સેવા આપતા જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપી ના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું. કે તેઓને જાણકારી મળી હતી કે, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ એક 35 વર્ષીય યુવકનો મૃતદેહ પડ્યો છે.
જાણકારી મળતા ઇન્તેખાબ ખાન તેમની ટીમના સભ્યો અને સંસ્થાની એમ્બ્યુલન્સ લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં મૃત હાલતમાં પડેલ યુવકના મૃતદેહને ઉંચકી ચાલ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લાવ્યા હતાં. પ્રાથમિક મળેલી વિગતો મુજબ મૃતક યુવક વાપી નજીકના ઉદવાડા નો રહેવાસી હતો....