હરિઆ પાર્કમાં આવેલ શ્રી એલ. જી. હરિઆ સ્કૂલ નું 100 ટકા પરિણામ
હરિઆ પાર્કમાં આવેલ શ્રી એલ. જી. હરિઆ સ્કૂલએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. સફળતા મેળવવા માટે પ્રેરણા અને પરિશ્રમ બંને જરૂરી છે અને એ જ શ્રી એલ. જી હરિઆ મલ્ટીપર્પસ સ્કૂલે પૂરી પાડી આ સફળતા મેળવી છે.
શ્રી એલ.જી.હરિઆ મલ્ટી પર્પસ સ્કૂલના ધોરણ 10 અને 12 સાયન્સ અને કોમર્સમાં 100 % ટકા પરિણામ આવ્યું છે. શાળા નાં આચાર્ય બિન્ની પોલ, શાળાનાં મેનેજમેન્ટ ટ્રસ્ટીસ તથા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે.
ધોરણ 12 માં પ્રથમ ક્રમે 1. અનુ ચૌધરી 95.00 % દ્વિતીય ક્રમે 2. જતીન અગ્રવાલ 92.80 % અને તૃતીય ક્રમે 3. પારસ કશ્યપ 90.60 % ધોરણ 10 માં પ્રથમ ક્રમે 1. તનુશ્રી આચાર્ય (95.2%) દ્વિતીય ક્રમે 2. વ્યંકટેશ વિશ્વનાથ પગારે (94.8%) તૃતીય ક્રમે 3. મિશલ.જે. રાય (92.8%) પ્રાપ્ત કર્યા છે. દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
...