Wednesday, December 4News That Matters

દમણમાં 52 રૂપિયાની ઉધારી માટે લુખ્ખાઓએ દુકાનદાર ને માર્યો ઢોર માર…! વિડિયો વાયરલ

દમણ મોટીવાકડ ખાતે આવેલી સુભાષભાઈ ની ચાલમાં કરિયાણા ની દુકાન ચલાવનાર દુકાનદાર પાસે માત્ર 52 રૂપિયા ની ખરીદી બાબતે ત્રણ લુખ્ખાઓએ દુકાનદાર ને ઢીબી નાખતા ચકચાર મચી ગઇ છે. ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. તેમજ ઘટના ઘટના અંગે દમણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કિશોરભાઈ ઈશ્વરસિંગ તારીખ 13/05/2024ના રોજ દુકાન પર હતા. ત્યારે જે તે સમયે યાજ્ઞિક ઉર્ફે બાબુ મેહુલ પટેલ, પંકજ પટેલ, દક્ષેશ દોલત પટેલ નામના ત્રણ ઈસામો દુકાન પર સામાન લેવા માટે ગયા હતા.

તે સમયે દુકાનદાર કિશોરભાઈ ઈશ્વરસિંગે તેઓને ઉધાર આપવા માટે ના પાડી દીધી હતી. મળતી માહિતી મુજબ માત્ર 52 રૂપિયા માટે આ ત્રણેય ઈસમોએ દુકાનદાર કિશોરભાઈ ને ઢોર માર માર્યો હતો.

જેમાં કિશોરભાઈ ના માથા ના ભાગે હુમલો કરતા તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મારામારી ના દ્રશ્યો નજીક માં લાગેલા CCTVમાં કેદ થઈ ગયા હતા. ઘટના અંગે કડૈયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવા અસામાજિક તત્વો ઉપર દમણ પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગ લોકો માં ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *