વાપીમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીના હરિયા હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 125 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટ દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોના કાળ બાદ ફરી એ પરંપરાને જાળવવા 125 બોટલ રક્ત એકત્ર કરવાના ઉદેશ્યથી રક્તદાતાઓ પાસે રક્તદાન કરવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ અંતર્ગત ટ્રસ્ટના અગ્રણીઓ અને હરિયા હોસ્પિટલના સહયોગથી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એન. કે. સિંઘ, સેક્રેટરી અરુણ સિંગ, ટ્રેઝરર નંદ ઝાના પ્રયાસોથી આયોજિત રક્તદાન કેમ્પ અંગે જણાવ્યું હતું કે રક્ત એ જીવનની એવી અમૂલ્ય ભેટ છે. કે જે કોઈપણ મેડિકલ સ્ટોરમાં મળતી નથી. રક્ત માનવ માટે જીવનદાન છે માનવ રક્ત જીવનદાન નો મહિમા સમજાવે છે તેવા ઉદેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી રક્તદાન કરવા સાથે રક્તદાન મહાદાન નો મહિમા સમજાવ્યો હતો.