Thursday, February 27News That Matters

દુલસાડ ગામ ખાતે વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના મહાશિવરાત્રીના દિને દર્શન અને અભિષેક કરવા આવેલા હજારો શિવભક્તોએ લૅઝર-શૉ સાથે શિવલિંગના કર્યા અનેરા દર્શન

વલસાડ જિલ્લાના વાંકલ નજીક દુલસાડ ગામ ખાતે વિશ્વના સૌથી ઊંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના મહાશિવરાત્રીના દિને દર્શન અને અભિષેક કરવા હજારો શિવભક્તો ઉમટી પડ્યા હતા. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને રુદ્રાક્ષ શિવલિંગના પેટર્ન ધારક બટુકભાઇ વ્યાસ દ્વારા 36 લાખ રુદ્રાક્ષ દ્વારા 36 ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા બુકમાં સન્માન મળ્યું છે. 

વિશેષમાં 150 કરોડ હસ્તલિખિત “ૐ નમ: શિવાય” મંત્રના દર્શન અને પરિક્રમા અને રાત્રે 8.30 કલાકે મહાઆરતી બાદ રુદ્રાક્ષ શિવલિંગ ઉપર લૅઝર શૉ જોઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *