ચણોદ-હરિયા પાર્ક ખાડીથી દમણગંગા વિયર સુધીનો વિસ્તાર બિન ઝેરી સાપ-અજગર અને ઝેરી સાપનું આશ્રય સ્થાન છે.
ધાર્મિક માન્યતાઓમાં સાપ-પક્ષીઓ, પશુઓની પૂજા કરવાનું, તેનું સંવર્ધન કરી રક્ષણ કરવાનું મહત્વ છે. વલસાડ જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમાજ, અન્ય સમાજ તો સાપને નાગદેવતા તરીકે માની તેની પૂજા કરે છે. અન્ય પશુ-પક્ષીઓની પણ એ જ રીતે પૂજા કરવામાં આવે છે. વનવિભાગ દ્વારા સાપ સહિતના કેટલાક પશુ-પક્ષીઓ માટે કાયદામાં વિશેષ જોગવાઈ ઉભી કરવામાં આવી છે. આવા કાયદા બનાવ્યા બાદ અને ધાર્મિક માન્યતાઓ બાદ પણ આધુનિક પ્રગતિની ઘેલછામાં જંગલનો સફાયો સાપ જેવા સરીસૃપો, પશુ પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન છીનવી લેવા નિમિત્ત બનતું હોય છે. આ જીવો માનવ વસવાટમાં આવી જાય છે. એને અબુધ લોકો તેને મોતને ઘાટ ઉતારી દે છે.
વલસાડ જિલ્લામાં સાપ કરડવાના અનેક બનાવો બને છે. એ ઉપરાંત ઔદ્યોગિક પ્રગતિને કારણે દીપડા જેવા જંગલનિવાસી પ્રાણીઓ પણ હવે રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓ પર તો ક્યારેક માનવીઓ પર હુમલા કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં...