સરીગામમાં ઉદ્યોગપતિને ટેમ્પોવાળાએ આપી ધમકી, સરીગામ ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલ ઇન્ટિગ્રેટેડ પેસ્ટીસાઈડ કેમિસોલ કંપનીના કર્મચારીને ટેમ્પો ભાડાં બાબતે માર મારી કંપનીના ડાયરેકટર, મેનેજરને ધાકધમકી આપનાર ટેમ્પો વેલ્ફેર એસોસિએશનના 2 માથાભારે ઈસમો સામે ભિલાડ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો, આ મામલે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગપતિઓએ આ મામલાને ગંભીર ગણી કાયદાકીય પગલાં લેવાય તે માટે એક બેઠક બોલાવી એકસંપ બતાવ્યો હતો.
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ત્રણેક દિવસ પહેલા ઇન્ટિગ્રેટેડ પેસ્ટીસાઈડ કેમિસોલ કંપનીમાંથી V એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં માલ મોકલવા ગયેલ કર્મચારીને સ્થાનિક ટેમ્પો વેલફેર એસોસિએશનના જીતુ ભંડારી અને ઠાકોર નામના ઇસમે માર મારી માલ ખાલી કરવા દીધો નહોતો તેમજ કંપનીના માલિક ભાર્ગવ દેસાઈ અને મેનેજર કેયુર દેસાઈને પણ ભાડાં બાબતે ધાકધમકી આપતા આ મામલે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ બાદ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, ...